Friday, November 8, 2024
HomeGujaratSurendranagarધારા કડીવાર હત્યા કેસમાં સુરજ ભૂવાજીને ફાંસી થાય તેવી માગ સાથે ઠાકોર...

ધારા કડીવાર હત્યા કેસમાં સુરજ ભૂવાજીને ફાંસી થાય તેવી માગ સાથે ઠાકોર સમાજે યોજી જનઆક્રોશ રેલી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: જૂનાગઢમાં (Junagadh) એક વર્ષ પહેલા ધારા કડીવાર નામની યુવતીના ગુમ થવાની ઘટના બની હતી, જેમાં કથિત રીતે સુરજ ભૂવાજી (Suraj Bhuvaji) તરીકે ઓળખાતા વ્યક્તિ સામે આક્ષેપો થયા હતા. ત્યાર બાદ હવે એક વર્ષ પછી પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને જણાવ્યું છે કે આ ધારાની હત્યા (Dhara Murder Case) કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, પીછો છોડાવવા માટે સુરજ સોલંકીએ અને તેના સાથીઓએ મળીને આ યુવતીની હત્યા કરી દીધી હતી. આ વાત બહાર આવતા આજે સુરેન્દ્રનગરમાં (Surendranagar) ધારા કડીવારના સમાજના લોકો મેદાને આવ્યા હતા અને એક રેલી કાઢી હતી. જેમાં સુરજ સોલંકી અને તેના સાથીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યો હતો.

આજે ધારા કડીવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ સાથે સુરેન્દ્રનગરમાં ઠાકરો સમાજે આક્રોશ રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા. સમાજના અગ્રણીઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ફાંસીની સજાની માગ કરી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર SPને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

- Advertisement -

ધારા કડીવાર ચકચારી હત્યા કેસમાં ઠાકારો સમાજ મેદાન આવ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતભરમાં જુદા-જુદા જિલ્લાઓમાં ધારા કડીવારના ન્યાય માટે રોડ પર ઉતારવાની સામાજિક આગેવાનોએ તૈયારી દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારા કડીવાર હત્યા કેસમાં સૂરજ સોલંકી સહિતના આરોપીએ કેવી રીતે મૃતદેહ સળગાવ્યો હતો, તેનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. સાયલા પાસેથી મૃતક ધારાના કેટલાક અંગે મળી આવ્યા હતા, જેને DNA માટે હોસ્પિટલ પણ મોકલવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular