નવજીવન ન્યુઝ.દેવગઢ બારીયા: ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, લગ્ન સીઝનમાં ગજરાતમાં મોટી સંખ્યામાં લગ્ન થતા હો છે. તેમાં કેટલાક લગ્ન એવા પણ હોય છે જે સૌનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. વડોદરામાં એ યુવતી પોતાની જ સાથે લગ્ન કરવા જઈ રહી છે જે ઘણી ચર્ચાનો વિષય બની હતી, ત્યાર બાદ દક્ષિણ ગુજરાતના એક યુવાન પોતાની બે પ્રેમિકા સાથે એક જ ચોરીમાં લગ્નગ્રંથીથી જોડાયો હતો તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ત્યારે હવે દેવગઢ બારીયાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પતાની બે પ્રેમિકાઓ સાથે લગ્ન કર્યા અને ત્રણેય સાથે પોતાનું સુખી લગ્નજીવન વિતાવી રહ્યા છે અને તેમાં યુવકને પ્રથમ પત્ની સાથે એક બાળક પણ છે. દેવગઢ બારીયાના પરેશ નામના યુવકને થોડા વર્ષો અગાઉ આશા નામની યુવતી સાથે પ્રેમ થયો ત્યારે તે યુવતીને પોતાના ઘરે લાઇ આવ્યો અને પત્ની તરીકે રાખતો હતો, થોડા સમય બાદ યુવતીએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો.
પ્રથમ પત્નીને બાળકના જન્મ બાદ પરેશને બીજી એક તારા નામની યુવતી સાથે પ્રેમ થયો. પરેશ આ યુવતીને પણ પોતાના ઘરે લઈ આવ્યો અને તેને પણ પત્નીની જેમ રાખે છે, આમ દેવગઢ બારીયાનું આ પરિવાર એક પતિ અને બે પત્ની સાથે ત્રણેય એક સાથે રહીને એક અધુની સમાજનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.