પ્રશાંત દયાળ (ભાગ-4 દીવાલ): સાબરમતી સેન્ટ્રલ જેલ Sabarmati Central Jail 68 એકરમાં પથરાયેલી છે. જેલ Jail માં 3 હજાર કરતા વધુ નાના મોટા કેદી Prisoner ઓ રહે છે. જેમને સજા થઈ છે તેમને પાકા કામના કેદી Prisoner કહે છે. એક વખત અદાલત સજાનો હકમ કરે પછી કેદી Prisoner એ ઘરના કપડાં ઉતારી જેલ Jail ના સફેદ કપડાનો યુનિફોર્મ પહેરી લેવાનો હોય છે, પછી ઘર અથવા લોજમાંથી આવતુ ટિફિન Tiffin પણ બંધ થઈ જાય છે. જેલ Jail ના રસોડામાં જે રસોઈ તૈયાર થાય તે જ જમવાની હોય છે. જેમને સજા થઈ નથી તેવા કેદી Prisoner ને કાચા કામના કેદી Prisoner કહેવામાં આવે છે. તેઓ ઘરના કપડાં પહેરી શકે અને તેમની પાસે બહારથી ટિફિન Tiffin મંગાવવાની વ્યવસ્થા હોય તો તેઓ જમવાનું પણ બહારથી મંગાવી શકે છે. જેલ Jail ના નિયમ પ્રમાણે કાચા અને પાકા કામના કેદી Prisoner ઓને અલગ અલગ બેરેક Barracks માં રાખવામાં આવે છે. સાબરમતી જેલ Sabarmati Jail 2 ભાગમાં વહેચાયેલી છે. કેદી Prisoner ઓની સંખ્યા વધી જતા એક નવી જેલ Jail બનાવવામાં આવી છે. આમ છતાં અંગ્રેજો જે જેલ Jail બનાવી ગયા તેની સરખામણીમાં નવી જેલમાં સલામતીના પ્રશ્નો વધુ હતું.
જેના કારણે મહંમદ Muhammad અને તેના 8 સાથીઓને હજી સજા થઈ ન્હોતી તેમનો કેસ ચાલી રહ્યો હતો એટલે તેઓ કાચા કામના કેદી Prisoner હતા. આમ છતાં અંગ્રેજોના જમાનાની ઉંચી મજબુત દીવાલોવાળી Deewal જુની જેલ Jail માં તેમને પાકા કામના કેદી Prisoner ઓની વચ્ચે રાખવામાં આવ્યા હતા. હજી તેઓ પોતાના ઘરના જ કપડાં પહેરતા હતા, પણ તેમની ઉપરના આરોપો એટલા ગંભીર હતા કે જેલ સુપ્રીટેન્ડન્ટે Jail Superintendent તેમની બહારથી ટિફિન મંગાવીની અરજી ફગાવી દઈ જેલનું જમવાની ફરજ પાડી હતી. જેલ Jail ની વચ્ચે એક મોટુ મેદાન અને એક ઓપનએર થિયેટર પણ છે. જેની બરાબર બાજુમાંથી પસાર થનારના નાક સુધી અદભુત સોડમ આવ્યા વગર રહે નહીં, જેલ Jail ના રસોડોમાં સવાર સાંજ 9-9 હજાર રોટલી બનતી હતી. જેલના નિયમ પ્રમાણે કેદી Prisoner ને રોજની 3 રોટલી શાક-દાળ અને ભાત મળે છે. સાંજે રોટલી શાક અને ખીચડી મળે છે. આ તમામ રસોઈની જવાબદારી કેદી Prisoner ઓની જ હોય છે.
શરૂઆતના મહિનામાં યુસુફ Yusuf અને પરવેઝ Pervezને બાદ કરતા મહંમદ Muhammad અને તેના સાથીઓને કેદી Prisoner ઓના રસોડાની રસોઈ માફક આવતી ન્હોતી. જો કે તેમને પણ ખબર હતી કે તેઓ અહિંયા કંઈ પિક્નિક મનાવવા આવ્યા નથી. રસોઈ ગુજરાતી પધ્ધતિથી બનતી હતી. બટકે અને લંગડો મુસ્લિમ Muslim હોવા છતાં તેમને ગુજરાતી Gujarati જમણનો અનુભવ હતો. જો કે કેદી Prisoner ઓને એક લાલસા રહેતી હતી કે તેમને જેલ Jail ના રસોડામાં કામ કરવાનું મળે તો સારૂ, તેની પાછળનું રહસ્ય એવુ હતું કે 365 દિવસ 3 હજાર લોકોની રસોઈ બનાવવામાં ક્યાંક મીઠા-મરચા અને સ્વાદમાં ગરબડ થવાની સંભાવના હતી પણ રસોડો kitchen માં કામ કરતા કેદી Prisoner ઓ બધી બેરેક Barracks માં જમવાનું મોકલી દીધા પછી પોતાના જમણમાં કોઈ ગરબડ હોય તો તેમા મીઠા-મરચાં અને તેલનો ઉમેરો કરી વધુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી લેતા હતા. આ બધુ ગરબડો જેલ Jail સિપાઈના ધ્યાનમાં આવ્યા વગર રહેતી ન્હોતી, પણ તેઓ વર્ષોથી જેલ Jail માં પડી રહેલા આ કેદી Prisoner ઓની દયા ખાઈ જાણે તેમને ખબર જ નથી તેવો ડોળ કરતા હતા. 10 વાગ્યે હાથ લારી 200 ખોલીમાં આવી ફરી સવારે જેમ બધા ચ્હા માટે લાઈનમાં ઉભા હતા તેમ કતારમાં ઉભા રહી ગયા, બધાના હાથમાં સ્ટીલની થાળી અને વાટકી હતી. પહેલા તો એલ્યુમિનિયમ Aluminum ના વાસણો હતા, પણ પછી સરકારે તેમા સુધારો કરી સ્ટીલના વાસણો આપ્યા હતા. આજે જમવા રોટલીની સાથે બટાટા રીંગણાનું શાક અને દાળ-ભાત હતા. એક પછી એક કેદી Prisoner ની થાળીમાં 3 રોટલી અને દાળ-શાક નક્કી કરેલા માપ પ્રમાણે મુકાઈ રહ્યા હતા. સૌથી વધુ આ જમણ સામે કોઈને વાંધો હતો તે અબુ Abu અને રીયાઝ Riaz ને હતો, કારણ તેમને ભાત ખાવાની ટેવ હતી પણ જેલ Jail માં તો ભાત એક વાટકી જ મળતા હતા. તેઓ પણ કતારમાં ઉભા હતા, તેમની થાળીમાં જમવાનું આવ્યુ તો તેમણે પણ પોતાની થાળીમાં લઈ લીધુ.
તેઓ થાળી લઈ બેરેક Barracks માં ગયા. મહમંદ Mohammad સહિત તમામ 8 સાથીઓ રોજ સવારે અને સાંજે સાથે બેસીને જ જમતા હતા. અબુ Abu અને રીયાઝ Riaz પોતાની થાળીમાં રહેલી રોટલીઓ બાકીના બધા સાથીઓની થાળીમાં 1-1 મુકી દીધી અને બાકીના છ સાથીઓ મહંમદ-યુનુસ Muhammad-Yunus, ચાંદ-દાનીસ Chand-Danis તેમજ યુસુફ-પરવેઝે Yusuf-Pervez પોતાની થાળીમાં રહેલો તમામ ભાત અબુ Abu અને રીયાઝ Riaz ને આપી દીધો હતો. આવો ક્રમ છેલ્લાં 8 વર્ષથી હતો છતાં રોજ જમતી વખતે રોટલીના બદલામાં ભાત મળે ત્યારે આ બંનેના ચહેરા ઉપર જાણે સ્વર્ગ પ્રાપ્ત કર્યુ હોય તેવો આનંદ જેવા મળતો હતો. ઘણી વખત મઝાક કરતા યુસુફ Yusuf કહેતો જબ ફાંસી હોગી ઓર કોર્ટ પુછેગી આપકી આખરી ખ્વાઈશ ક્યા હે તો મદ્રાસી બોલેગેં ચાવલ ખાના હૈ અને બધા હસી પડતા હતા, પણ તરત યુસુફ Yusuf ને જવાબ આપતા તે બંન્ને કહેતા બટકે તેરે તો મદ્રાસી ઔર મલ્લુ મેં ખબર નહીં પડતા તો મત બોલ. કેરળ Kerala ના વતની અબુ અને રીયાઝને કોઈ મદ્રાસી કહે ત્યારે જાણે કોઈએ ગાળ આપી હોય તેવો ગુસ્સો આવતો હતો. અંદરથી બધાના જ મનમાં કંઈકને કઈક ચાલી રહ્યુ હતું. છતાં બધા ચહેરા ઉપર સબ સલામત હોવાનો ડોળ કરી લેતા હતા.
6 માણસનો ભાત 2 માણસ ખાઈ જાય તો પછી શુ થાય? જમવાના અડધો કલાકમાં તો અબુ રીયાઝ Abu Riaz ની આંખો ઘેરાવા લાગતી હતી. જો કે આમ પણ બપોરના 12 વાગ્યે ફરી તમામ કેદી Prisoner ઓએ પોતાની બેરેક Barracks માં આવી જવાનું હતું. બરાબર 12 ના ટકોરે વોર્ડન આવી કેદી Prisoner ઓની ગણતરી કરતો હતો, કોઈ કેદી Prisoner બહાર તો રહી ગયો નથી તેની તપાસ પુરી થાય પછી તે બેરેક Barrack ને બંધ કરી દેતો હતો, જેને જેલ Jail ની ભાષામાં બપોરની બંદી કહેવામાં આવતી હતી. બપોરના 12 થી 3 વાગ્યા દરમિયાન તમામ કેદી Prisoner ઓએ પોતાની બેરેક Barrack માં રહેવુ પડે, હા જે કેદી Prisoner ઓ જેલ Jail ની અંદર ચાલતા જેલ ઉદ્યોગમાં કામ મળ્યુ હોય તેવા કેદી Prisoner ઓ વિવિધ વિભાગોમાં કામ કરતા હતા. કેદી Prisoner ઓ બેરેકમાં જાય એટલે બિલાડીઓ અને વાંદરાઓ જેલ Jail ને ઘેરી વળતા હતા.
3 હજાર કેદી Prisoner ઓની 9 હજાર રોટલીઓ બનાવવાની હોય તો સ્વભાવીક અનેક રોટલીઓની કિનારીઓ અડધી કાચી રહી જતી હતી, એટલે કેદી Prisoner ઓ જેવુ જમવાની થાળીમાં રોટલી આવે તેની સાથે રોટલીની કિનાર કાપી તેને વોર્ડના 1 ખુણામાં મુકી રાખતા હતા. તેમને ખબર હતી કે તેમને મન જે કાચુ જમવાનું છે તે કોઈના માટે પાકુ ભોજન થઈ શકે તેમ હતું. બેરેક Barracks ની બહાર મેદાનમાં મુકી રાખેલી રોટલી Roti ના ટુકડા ખાવા વાદરાઓ અને બિલાડીઓ આવી જતી હતી. વાંદરા અને બિલાડીને જેલની ઉંચી દીવાલો Deewal ઓળગતા કોઈ રોકી શકે તેમ ન્હોતુ. ઘણી વખત રીયાઝ Riaz બેરેક Barracks ના સળીયા પાછળ ઉભો રહી બિલાડી Cat જોયા કરતો હતો. કેરળ Kerala માં તેના ઘરે પણ એક બિલાડી આવતી હતી, ખુબ જાડી હતી તેને અમમ્મા નામે સંબોધતો હતો તેનો અર્થ થતો હતો દાદી. રીયાઝ Riaz સંપન્ન પરિવાર Family માંથી આવતો હતો. રીયાઝ Riaz ના પિતા પાસે નારીયળની સારી ખેતી Cocount Farming હતી. તેણે પોતે અગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશન Graduation in Agriculture કર્યુ હતું, પણ 2002ના ગુજરાતના તોફાનોમાં થયેલી હિંસાની સીડી જોઈ ત્યારથી તે બેચેન થઈ ગયો હતો, તેને લાગી રહ્યુ હતું કે તેના કોમના લોકો સાથે ખુબ અન્યાય થયો છે. ત્યારે જ તેનો પરિચય મહંમદ Muhammad સાથે થયો હતો. મહંમદ Muhammad વકીલ Advocate હોવાની સાથે ઈસ્લામીક રાઇટ્સ Islamic rights નામની સંસ્થાનો સેક્રેટરી પણ હતો. મહંમદ Muhammad અને રીયાઝ Riaz 10 વર્ષ પહેલા હૈદરાબાદમાં તેમની સંસ્થાના એક ફંક્શનમાં મળ્યા હતા. ત્યાર બાદ તેઓ એકબીજા સાથે ઇમેલ email અને ટેલિફોનિક telephonic મેસેજ દ્વારા સંપર્કમાં હતા.
(ક્રમશ:)
PART – 3 | પરવેઝ ના ગાત્રો થીજી ગયા, એક ગજબનો ચમકારો શરીરમાથી પસાર થઇ ગયો
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.