Monday, January 20, 2025
HomeSeriesDeewal Seriesગૌડ માની રહ્યા હતા કે કાર ચોર સુધી પહોચી જઇ તો આતંકિ...

ગૌડ માની રહ્યા હતા કે કાર ચોર સુધી પહોચી જઇ તો આતંકિ સુધી પણ પહોચી જવાય

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-27 દીવાલ): બ્લાસ્ટની ઘટનાને 3 દિવસ પસાર થઈ ગયા હતા. મુંબઈ ગયેલી ટીમ ખાસ માહિતી વગર પાછી ફરી હતી. મુંબઈ ગયેલી ટીમ સાથે DCP અને JCP બંન્ને સંપર્કમાં હતા. બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેસીપી વિવેક ગૌડ JCP Vivek Gowd એ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ Mumbai Crime Branch ના જેસીપી JCP કુલકર્ણી સાથે વાત કરી કેટલીક મદદ માંગી હતી. ગૌડ Gowd માની રહ્યા હતા કે જો આ કાર ચોરી કરનાર ચોર સુધી પહોંચી જવાય તો આતંકી સુધી પહોંચવુ સહેલુ બની જાય. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે Mumbai Crime Branch પણ અગાઉ વાહન ચોરીમાં પકડાયેલા ચોરોને ક્રાઈમ બ્રાન્ચમાં લાવી ધોલાઈ શરૂ કરી હતી, પણ એક પણ ચોરે અમદાવાદમાં મોકલવામાં આવેલી કાર ચોરી હોવાની કબુલાત કરી ન્હોતી. ગૌડે Gowd મુંબઈ રહેલા અમદાવાદ પોલીસ Ahmedabad Police ની ટીમને પાછી ફરવા સુચના આપી હતી. 3-3 દિવસ પછી પણ કોઈ મહત્વની જાણકારી મળી રહી ન્હોતી.



ગાંધીનગરથી સતત ફોન આવી રહ્યા હતા પણ ગૌડ Gowd ઠંડા કલેજે તમામ ફોનના જવાબ આપી રહ્યા હતા. DCP ને લાગી રહ્યુ હતું આટલા દબાણમાં પણ જેસીપી JCP કઇ રીતે શાંત રહી શકતા હતા, સામાન્ય રીતે શાંત રહેતા ડીસીપી DCP છેલ્લાં 3 દિવસથી પોતાનો પીત્તો ગુમાવી દેતા હતા. આજે સવારે તે ઓફિસ જવા નિકળ્યા ત્યારે તેમની પત્નીએ કહ્યુ કે દીકરીને તાવ આવે છે, ત્યારે ડીસીપી DCP એ દીકરી સામે જોયા વગર જવાબ આપ્યો મેરે સ્ટ્રાઇકીંગ ફોર્સની ગાડી છોડ જાતા હું, આપ ડૉક્ટર કે પાસ જાકે આના. સિન્હાનો આ પ્રકારનો જવાબ સાંભળી તેમની પત્નીને પણ આશ્ચર્ય થયુ કારણ તેમને ઘરમાં સૌથી કોઈ પ્રિય હોય તો તેમની 5 વર્ષની દીકરી હતી, પણ આજે તેમની વ્હાલી દીકરીને તાવ હોવા છતાં એક વખત તેના કપાળ ઉપર હાથ મુકી તેનો તાવ પણ જોયો નહી અને સ્ટ્રાઈકીંગની કાર લઈ દવાખાને જવાનું કહ્યુ હતું. સિન્હા Sinha ની પત્નીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ શહેર કે લીયે દૌડા કરતે હો, અપની ખુદ કી બેટી કી ચિંતા નહીં હૈ? આ સાંભળતા સિન્હા Sinha નો ગુસ્સો ફાટ્યો ઘરની બહાર નિકળવા હજી દરવાજા પાસે જ પહોચ્યા હતા અને તેમણે પાછાવળી કહ્યુ નોકરી છોડ દુ? બેટી બીમાર હૈ તો મેં ક્યા કર શકતા હું, મેં ડૉક્ટર હું? અને પછી તરત તેઓ ગાડી તરફ ચાલવા લાગ્યા.

ગાડી તૈયાર કરીને ઉભા રહેલા તેમના કમાન્ડો અને ડ્રાઈવરે પણ DCP સિન્હા સાહેબના સંવાદો સાંભળ્યા હતા. તેમને પણ લાગ્યુ કે સાહેબ મેડમ સાથે આવી રીતે વાત કરતા નથી. જો કે તેમને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં ચાલી રહેલી ગરબડ અને દોડાદોડી અંગે ખબર હતી અને તેઓ તો સાહેબને 3 દિવસથી આ જ મુડમાં જોઈ રહ્યા હતા. ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ DCP Crime Branch પહોંચ્યા ત્યારે ઈન્સપેક્ટર જાડેજા Jadeja છેલ્લાં 3 દિવસથી જે કરતા હતા તે ક્રમ તેમનો ચાલુ હતો. એક માણસને બાકડા ઉપર ઉંઘો સુવાડી તેની પગની પાનીએ લાઠી મારી રહ્યા હતા. સિન્હા કારમાંથી ઉતરતા જાડેજાને લાઠી મારવાનું બંધ કર્યુ અને ડીસીપી DCP ને સલામ કરી. ડીસીપી DCP એ સલામ કરતા જાડેજા JAdeja ના હાથમાંથી લાઠી લીધી અને કંઈ પણ બોલ્યા અને પુછ્યા વગર તેઓ બાકડે આડા પાડવામાં આવેલા માણસને લાઠી ફટકારવા લાગ્યા. 8-10 લાઠી મારી અને લાઠી જાડેજાને પકડાવી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા. બધાને ડીસીપી DCP નો વ્યવહાર બહુ વિચિત્ર લાગ્યો હતો.



હજી તો ડીસીપી DCP પોતાની ચેમ્બરમાં જઈ બેઠા અને તેમના મોબાઈલ ઉપર કોઈનો ફોન આવ્યો, તેમણે ફોન કરનારને કહ્યુ બોલ રીઝવાન કુછ બાત આગે બઢી? રીઝવાનનો જવાબ સાંભળી તેમના ચહેરા ઉપર ચમક આવી. તેમણે કહ્યુ કબ પહોંચ રહા હૈ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ? રીઝવાને કંઈક જવાબ આપ્યો અને તેમણે કહ્યુ કોઈ બાત નહીં, મેં આ જાતા હું, પછી એક ક્ષણ વિચાર કરી કહ્યુ સરકારી ગાડી મેં નહી આતા, અકેલે હી આતા હું. ડીસીપી DCP એકદમ ઉભા થયા અને પોતાની ચેમ્બરની બહાર નિકળ્યા. હજી પેલો થર્ડ ડીગ્રીનો પ્રોગ્રામ ચાલુ જ હતો પણ ડીસીપી DCP ચેમ્બરની બહાર આવતા બધા ફરી અટકી ગયા. જાડેજાએ જોયુ તો ડીસીપી DCP ના ચહેરા ઉપર ઉતાવળ હતી. જાડેજા કંઈ પુછે તે પહેલા ડીસીપીએ પુછ્યુ જાડેજા તારા સ્કવોર્ડમાં મોટર સાયકલ લઈ કોણ આવે છે? ત્યાં હાજર હતા તેમને કંઈ સમજાયુ નહીં, ડીસીપી DCP સમજી ગયા તેમણે કહ્યુ મારે એક મોટર સાયકલ જોઈએ છે. ડીસીપી DCP ઘણી વખત એકદમ ગુજરાતીમાં પણ બોલવા લાગતા હતા.

- Advertisement -

એક કોન્સ્ટેબલ થોડો આગળ આવ્યો, તેણે પેન્ટના ખીસ્સામાંથી ચાવી કાઢતા કહ્યુ સર મારી પાસે છે. ડીસીપી DCP એ કહ્યુ જા લઈ આવ, તે કોન્સ્ટેબલ દોડતો બહાર ગયો. બધા વિચાર કરી રહ્યા હતા, સાહેબને કેમ મોટર સાયકલ BIKE ની જરૂર પડી હશે? ત્યાં જ પેલો કોન્સ્ટેબલ પોતાનું મોટર સાયકલ લઈ આવ્યો. ડીસીપી DCP એ તેને કહ્યુ ઉતરી જા હું એકલો જ જઈશ. ડીસીપી DCP એ એકલા જવાની વાત કરતા ઈન્સપેક્ટર જાડેજા Jadeja અને ડીસીપી DCP નો ગનમેન પુછવા આગળ વધ્યા અમે આવીએ, પણ તે કઈ પુછે તે પહેલા ડીસીપી DCP મોટર સાયકલની સીટ ઉપર બેઠા અને તેમણે જાડેજા અને ગનમેનને કહ્યુ હું એકલો જ જઈશ તમારે કોઈએ આવવાની જરૂર નથી. મોટર સાયકલ Bike ની કીક સ્ટાર્ટનું બટન દબાવ્યુ અને જેનું મોટર સાયકલ હતી તેને પુછ્યુ સભી ગીયર નીચે કી તરફ હૈના, કોન્સ્ટેબલે હા પાડી અને ડીસીપી DCP એ ફર્સ્ટ ગીયરમાં નાખી યુ ટર્ન લઈ મોટર સાયકલ મારી મુકી. ડીસીપી DCP એકલા ગયા અને તે પણ મોટર સાયકલ ઉપર અને ગનમેનને પણ સાથે લઈ ગયા નહીં. જ્યારે શહેરનો માહોલ સારો નથી ત્યારે સાહેબે એકલા જવાની જરૂર ન્હોતી આવા અનેક પ્રશ્ન અને ચિંતામાં ઈન્સપેક્ટર જાડેજા JAdeja ને વિચારો પાછળ હડસેલી દીધા હતા. બીજી તરફ ડીસીપી સિન્હા DCP Sinha જમાલપુર Jamalpur દરવાજા થઈ સરદાર પટેલ Sardar Patel પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.



10 વર્ષ બાદ બાઈક ચલાવી રહ્યા હોવાને કારણે ક્યારેક ટ્રાફિકમાં ગીયર બદલવામાં તકલીફ થઈ રહી હતી. સિન્હા Sinha UPSCની પરિક્ષા આપી રહ્યા હતા ત્યારે કોંચિંગ ક્લાસમાં મોટર સાયકલ ઉપર જતા હતા, આઈપીએસ IPS થયા પછી તો મોટર સાયકલ સાવ ભુલાઈ જ ગઈ હતી. સરકારી ગાડી અને પોલીસની વચ્ચે ઘેરાયેલા રહેતા ડીસીપી DCP પહેલી વખત સામાન્ય માણસની જેમ નિકળ્યા હતા. તેમને પહેલી વખત અહેસાસ થઈ રહ્યો હતો કે શહેરમાં કેટલો ટ્રાફિક વધી ગયો છે, કેવી રીતે લોકો વાહન ચલાવતા હશે. તેઓ જયારે સરકારી ગાડીમાં હોય ત્યારે ખાસ કરી રીક્ષાવાળા Rickshaw પોલીસની કાર જોતા રસ્તો આપી દેતા હતા, પણ આજે તો રીક્ષાવાળા Rickshaw મોટર સાયકલ ઉપર નિકળેલા ડીસીપી DCP ની આગળ પગ બહાર કાઢી સાઈડ આપતા હતા. તેમને પહેલા તો રીક્ષાવાળા Rickshaw ઉપર ગુસ્સો આવ્યો પણ બીજી જ ક્ષણે મનમાં હસવુ પણ આવ્યુ કે રીક્ષાવાળાને કેવી રીતે ખબર પડે કે ડીસીપી DCP બાઈક લઈ નિકળ્યા છે. બાઈક પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે તેમણે બંન્ને તરફ નજર કરી સાબરમતી નદી Sabarmati River ના બંન્ને છેડે પાણી જોઈ સારૂ લાગતુ હતું. આજે તેમના કાનને પુલ ઉપર વહી રહેલો પવન અને બાઈકની ગતિને કારણે હવાનો સ્પર્શ પણ થતો હતો. ડીસીપી DCP પાલડી Paldi ચાર રસ્તા પાર કરી સીધા ગુજરાત કોલેજ Gujarat College તરફ આગળ વધી રહ્યા હતા.

(ક્રમશ:)

PART – 26 | સિન્હા મીલેટ્રી ઇન્ટેલિજન્સના અધિકારી ઉપર ભડક્યા અને કહ્યુ બ્લાસટ કે પહેલે હમે કોઇ ઇનપુટ નહિ મિલા

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular