નવજીવન.મુંબઈઃ અફઘાનિસ્તાનમાં કામ કરતી વખતે જીવ ગુમાવનાર ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીને મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા મરણોપરાંત જર્નાલિસ્ટ ઓફ ધ યર એવોર્ડ-2020 એનાયત કરવામાં આવ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રામન્નાએ બુધવારે મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વાર્ષિક ધોરણે પત્રકારત્વમાં ઉત્કૃષ્ટતા માટે રેડઇન્ક એવોર્ડસ એનાયત કર્યા હતા.
તેમણે સિદ્દીકીને “ઈનવેસ્ટીગેશન અને પ્રભાવશાળી સમાચારની ફોટોગ્રાફીમાં તેમના કામ માટે” પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો. દાનિશની પત્ની ફ્રેડરિક સિદ્દીકીને આ એવોર્ડ સ્વીકોર્યો હતો. મુખ્ય ન્યાયાધીશે પત્રકારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, “તેઓ આ સમયગાળાના અગ્રણી ફોટો પત્રકારોમાંના એક માનવામાં આવતા હતા. જો કોઈ ચિત્ર હજાર શબ્દોનું વર્ણન કરી શકે તો તેમના ચિત્રો નવલકથાઓ હતા.”
વરિષ્ઠ પત્રકાર પ્રેમશંકર ઝાને “તીક્ષ્ણ અને વિશ્લેષણાત્મક લેખનમાં તેમની લાંબી અને વિશિષ્ટ કારકિર્દી માટે” લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે ઝાને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, “સખત મહેનત, સર્વોચ્ચ નૈતિક ધોરણો અને જબરદસ્ત બૌદ્ધિકતાની દ્રષ્ટિએ તેમની પ્રતિષ્ઠા આ ક્ષેત્રમાં અનન્ય છે.”
મુંબઈ પ્રેસ ક્લબે એક દાયકા પહેલા સારા ઈનવેસ્ટીગેશન અને ફીચર લેખનને માન્યતા આપવા અને દેશમાં પત્રકારત્વનું ધોરણ વધારવા માટે ‘ધ રેડઇન્ક એવોર્ડ્સ’ શરૂ કર્યું હતું. સિદ્દીકી અને ઝા ઉપરાંત અન્ય કેટલાક પત્રકારોને એવોર્ડની 10મી આવૃત્તિ હેઠળ 12 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
![]() |
![]() |
![]() |











