નવજીવન ન્યૂઝ. દાહોદ: તાજેતરમાં દાહોદ (Dahod) જિલ્લાના ઝાલોદ (Jhalod) ખાતે આવેલા ડુંગરી ગામે હત્યારા પતિએ પત્ની સાથે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ પોતાના બે સંતાનોને મોત ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારજનોએ આધેડને આત્મહત્યા કરતો અટકાવ્યો હતો. ત્યારબાદ ઘરમાં જોતા બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેને લઈ હત્યારાની ભાભીએ ત્વરિત સમ્રગ મામલે લીંમડી પોલીસને (Limdi Police) જાણ કરવામાં આવતા લીંમડી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ઝાલોદની સરકારી હોસ્પિટલમાં મોકલી હત્યારા પિતાની ધરપકડ કરી હતી.
બનાવની વિગતો મુજબ, ભૂરસિંગ સમોલિયાના 15 વર્ષ અગાઉ ડાંગની એક મહિલા સાથે લગ્ન થયા હતા. બંનેને લગ્નજીવન દરમિયાન બે સંતાનો પણ થયા હતા, જેમાં 12 વર્ષની પુત્રી અને 8 વર્ષ પુત્ર હતો. થોડા સમયથી દંપતી વચ્ચે આવર-નવાર કોઈને કોઈ કારણોસર ઝઘડો થતો હતો. જેના કારણે તેની પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. આ કારણે પતિ ઉશ્કેરાયો હતો અને પત્ની પ્રત્યે ગુસ્સામાં પતિએ પોતાના બે સંતોને ગળું દબાવી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે આ દૃશ્ય તેની ભાભી જોઈ જતા તેને આત્મહત્યા કરતા અટાકાવ્યો હતો. ઘરની અંદર જોતા બે બાળકો મૃત હાલતમાં પડ્યા હતા. ત્યાર બાદ તેની ભાભીએ આ મામલે લીંમડી પોલીસને જાણ કરતા લીંમડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને હત્યારા પિતાની પૂછપરછ કરતા તેણે જ ઘરકંકાસના કારણે પત્નીના ગુસ્સામાં બાળકોની હત્યા કરી હોવાનું કબૂલ્ય હતું. જ્યાં પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી બંને બાળકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ઝાલોદની સરકારી હોસ્પિટલ મોકલ્યા હતા.
રિસાઈયેલી પત્ની પિયર જતી રહેવાના કારણે પતિએ બાળકોને પણ મોતને ઘાટ ઉતારવા પળભર પણ વિચાર કર્યો ન હતો. એટલે આ બનાવમાં દંપતીના ઝઘડામાં બાળકોનો ભોગ લેવાયો છે. બાળકોના મોત થવાના અને પતિના જેલ જવાના કારણે મહિલા નિસહાય બની છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796