ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ):તાજેતરમાં વધેલા જાગતિક ઉષ્ણતામાને વીજળી વપરાશમાં વધારો અને તેને પગલે નેચરલ ગેસની (Natural Gas) માંગમાં થઈ રહેલી વૃધ્ધિ સાથે જગતભરમાં થઈ રહેલા હવામાન બદલાવોએ નેટગેસના આંતરપ્રવહમાં પરિવર્તન આણ્યું છે. વધેલા વીજળી ઉપાર્જને કોલસાની આવશ્યકતા પણ વધી ગઈ છે. અન્ય સ્ત્રોતોમાંથી ઉપાર્જિત થતી વીજળીના કાચામાલોના વપરાશમાં આવેલા બદલાવે નેચરલ ગેસની માંગમાં વધારો કર્યો છે. આટલું અધૂરું હોય તેમ, જ્યારે અન્ય તમામ પ્રકારની ઊર્જા આવશ્યક્તા માંગના મહત્વના સમયમાં પેટ્રોલિયમ ઉત્પાદનો સમયે પણ નેચરલ ગેસની વૈકલ્પિક માંગ વધી જતી હોય છે.
શિકાગો મરકંટાઈલ એક્સચેન્જ પર નેટગેસ જુલાઇ વાયદો ગુરુવારે ઇન્ટ્રાડેમાં ૨.૭૬ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ બોલાયો હતો. ૧૦ જૂનથી ૧૮ જૂન સુધીમાં જુલાઇ વાયદાના રિપોર્ટીગ સમયમાં હેન્રી હબ ડિલિવરી સેન્ટર પર ભાવ વાયદાની નજીક સરકી ઊંચા મુકાયા હતા. ૧૨ જૂને ભાવ એક તબક્કે ૩.૧૪ ડોલર બોલાયો હતો. એનર્જી ઇન્સ્ટિટ્યૂટસ સ્ટેટેસ્ટીકલ રિવ્યુ ઓફ વર્લ્ડ એનર્જી કહ્યું હતું કે જો આપણે ૨૦૨૩ના આંકડા જોઈએ તો જુલાઇ વાયદના સરેરાશ ભાવ ૨.૫૩ ડોલર હતા, તેવુ જ અત્યારે જોવાઈ રહ્યું છે. નોંધવા જેવી વાત એ છે કે ૨૦૨૩ના સરેરાશ ભાવ ૨૦૨૨થી ૬૦ ટકા નીચા હતા, કોવિદ મહામારી સમયે અમેરિકન નેચરલ ગેસના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.
બાકર હ્યુજીસનો અહેવાલ કહે છે કે ૨૧ જૂનના સપ્તાહમાં ગેસ રીગ (કૂવા) સંખ્યા, સપ્તાહ દર સપ્તાહ બે ઘટીને ૫૮૮ રહી હતી. ગત વર્ષના સમાન સપ્તાહની તુલનાએ આ સંખ્યા ૧૩ ટકા ઘટી છે. એનર્જી ઇન્સ્ટિટ્યૂટસ સ્ટેટેસ્ટીકલ રિવ્યુ ઓફ વર્લ્ડ એનર્જી કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૦૧૩થી ૨૦૨૩ સુધીમાં જાગતિક નેચરલ ગેસ વપરાશ વાર્ષિક સરેરાશ ૧.૭ ટકાના દરે વધ્યો છે. ખાસ કરીને વધુ વપરાશ કરતાં પાંચ દેશોમાં આ વૃધ્ધિદર સૌથી વધુ જોવાયો હતો. ૨૦૨૩માં કૂલ જાગતિક વપરાશમાં અમેરિકાનો હિસ્સો ૨૨.૧ ટકા હતો. ત્યાર પછીના ક્રમે રશિયા ૧૧.૩ ટકા, ચીન ૧૦.૧ ટકા, કેનેડા ૩ ટકા, અને સાઉદી અરેબિયાએ કૂલ પુરવઠામાંથી બે ટકા નેચરલ ગેસ વાપર્યો હતો.
૨૦૨૩માં કતાર અને ઑસ્ટ્રેલીયાને પાછળ રાખી, જાગતિક બજારમાં અમેરિકા સૌથી મોટા નેચરલ ગેસ નિકાસકાર તરીકે સ્થાપિત થયો હતો. એનર્જી ઇન્સ્ટિટ્યૂટસ સ્ટેટેસ્ટીકલ રિવ્યુ ઓફ વર્લ્ડ એનર્જીએ ૨૦ જૂને રજૂ કરેલા અહેવાલમાં કહ્યું હતું કે છેલ્લા એક દાયકામાં વાર્ષિક દરે ૯૩.૮ ટકા અમેરિકાન એલએનજી નિકાસ વૃધ્ધિ જોવાઈ છે. તાજેતરમાં યુરોપિયન યુનિયને રશિયન એલએનજી આયાત પર પ્રતિબંધ મૂક્યો તેને કારણે આખા જગતની પુરવઠાસ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, સાથે જ યુરોપના અર્થતંત્રને પણ નુકશાન થયું છે. યુરોપ એવું માને છે કે રશિયાએ યુક્રેન પર બિનજરૂરી ચઢાઈ કરી છે, તેના લીધે યુરોપ ભાંગી પડ્યું છે.
ઇઆઈએ (એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન)ના અહેવાલ પ્રમાણે અમેરિકાનો દૈનિક સરેરાશ નેચરલ ગેસ વપરાશ ૧૨ જૂન પૂરા થયેલા સપ્તાહમાં ૬૭.૫ અબજ ક્યુબિક ફૂટથી વધીને ૬૮.૬ અબજ ક્યુબિક ફૂટ થયો હતો. ગતવર્ષના સમાન સપ્તાહની તુલના કરીએ તો આ વધારો ૦.૪ ટકા હતો. અલબત્ત, ઔધ્યોગિક માંગ ૨૧.૮ અબજ ક્યુબિક ફૂટથી ઘટીને ૨૧.૫ અબજ ક્યુબિક ફૂટ થઈ હતી. કામર્સિયલ તેમજ ઘરોને ઠંડા રાખવાની માંગ પણ ૯.૬ અબજ ક્યુબિક ફૂટથી ઘટીને ૯.૨ અબજ ક્યુબિક ફૂટ રહી હતી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796