Saturday, April 20, 2024
HomeGujaratતેઓ મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં હતા,તેમના હાથમાં કાગળમાં લપેટેલી રોટલી અને ડબ્બામાં થોડુક...

તેઓ મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં હતા,તેમના હાથમાં કાગળમાં લપેટેલી રોટલી અને ડબ્બામાં થોડુક શાક હતુ

- Advertisement -

આપણી આસપાસ જોવા મળતા યુવાનો બેફિકરા છે અને કઈ કરતા નથી તેવો ભાવ આપણી અંદર હોય છે, પણ આપણા દેશમાં લાખો યુવાનો એવા પણ છે જેઓ પહેલા તેમને જે કઈ વ્યવસ્થા મળી છે તેમાં શિક્ષણ મેળવવાનો અથાગ પ્રયત્ન કરતા હોય છે, શહેરમાં રહેતા યુવાનોને સારી શાળા અને કોલેજ મળી રહે છે, પણ દેશના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવક અને યુવતીઓ સ્કુલ કોલેજ સુધી પહોંચવા માટે અનેક કિલોમીટરની મંઝીલ રોજ કાપે છે, આમ તો શિક્ષણ દ્વારા સમાજ સાથે તાલ મીલાવવા માટે પોતાનો સક્ષમ બનાવે છે, જો કે ડીગ્રી કયારેય કામ આપી શકતી નથી, સરકારી નોકરી કરવા માટે ડીગ્રી અનિવાર્ય છે, પરંતુ ડીગ્રી તો માત્ર ફિ ભરી તેનો પુરાવો છે, ખરેખર તો ડીગ્રી મળ્યા પછી દુનિયામાં પોતાનાને પુરવાર કરવુ જરૂરી હોય છે.

- Advertisement -

આપણા દેશમાં રાજય અને કેન્દ્ર સરકાર દર વર્ષે દેશની વસ્તીના માત્ર એક ટકા યુવકોને સરકારી નોકરી આપી શકે છે જેની સામે દેશમાં લાખો યુવક-યુવતીઓ ડીગ્રી સાથે બહાર નિકળે છે, આમ પહેલી લડાઈ શિક્ષણ મેળવવાની હોય છે ત્યાર બાદ નોકરી મેળવવાની હોય છે, ચાલુ વર્ષે કોરાનાને કારણે તમામ ભરતી પ્રક્રિયા ધીમી પડી હતી,જેની હવે ફરીથી શરૂઆત થઈ છે, મુંબઈમાં સ્ટાફ સીલેકશન કમિશનની ઓફિસ આવેલી છે આ કમિશન ભારત સરકારની વિવિધ કચેરી માટે લાયક ઉમેદવારની પસંદગી કરે છે, ચાલુ વર્ષે 11 હજાર જગ્યાઓ માટે ઉમેદવાર પસંદ કરવાના છે, 11 હજાર જગ્યાઓ માટે 12 લાખ યુવક-યુવતીઓ પરિક્ષા આપી હતી, વિવિધ તબ્બકે તેમાંથી આખરી તબ્બકામાં 33 હજાર ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

આ 33 હજાર ઉમેદવારોના દસ્તાવેજ તપાસવા પણ જરૂરી છે.જેની પ્રક્રિયા મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી સ્ટાફ સીલેકશનની ઓફિસના પ્રતિષ્ઠાભવનમાં રાખવામાં આવી હતી, દેશના અનેક રાજયોમાં તેના માટે યુવાનો આવ્યા હતા, દેશના અનેક રાજયોમાંથી આવેલા યુવક-યુવતીઓ પૈકી મોટા ભાગના સીધા રેલવે સ્ટેશનથી ચર્ચગેટ આવ્યા હતા,દુરના રાજયોમાંથી આવેલા આ નોકરી વાંચ્છુ પાસે મુંબઈ જેવા શહેરમાં કોઈ હોટલમાં રોકાવવાની સગવડ તો ના હોય પણ મુંબઈમાં પહોંચ્યા પછી શુ ખાવુ તેની પણ ચીંતા હતી, મોટા ભાગના યુવક-યુવતીઓ એકલા આવ્યા હતા, ઘણાની સાથે તેમના પિતા અથવા માતા પણ હતી.

હું પણ મારા દિકરા આકાશ સાથે ત્યાં પહોંચ્યો હતો,કારણ આકાશે સ્ટાફ સીલેકશનની મેઈન્સ પરિક્ષા પાસ કરી હોવાને કારણે તેને પણ પોતાના દસ્તાવેજની ખરાઈ કરાવવાની હતી, મારે બહાર બે કલાક બેસવાનું હતું, હું ત્યાં બેઠેલા યુવક-યુવતીઓને જોઈ રહ્યો હતો, મારાથી થોડેક દુર એક યુવક બેગ સાથે બેઠો હતો,તેનો ક્રમ આવવાની વાર હતી, સવારના દસ વાગ્યા, તે કઈક વિચારમાં હતો, તેણે થોડીવાર પછી પોતાની બેગ ખોલી એક પ્લાસ્ટીની થેલી કાઢી, તેમા એક નાનકડો સ્ટીલનો ડબ્બો હતો તેણે આસપાસ જોયુ મને ખબર પડી કે તેને મારી નજરને કારણે સંકોચ થઈ રહ્યો છે, મેં મારી નજર ફેરવી જાણે હું તેની નોંધ લઈ રહ્યો નથી, થેલીમાં કાગળમાં લપેટેલુ કઈક હતું, તેણે ધીરે ધીરે કાગળ ખોલ્યો, તેમાં રોટલી લપેટેલી હતી.

- Advertisement -

તેણે એક રોટલી કાઢી અને ડબ્બો ખોલી શાક સાથે તે ખાવા લાગ્યો,ત્યાંથી પસાર થતાં લોકો તેની સામે જોતા ત્યારે તેનો સંકોચ થતો પણ તે યુવક પાસે તેનો કોઈ ઉત્તર ન્હોતો, આવા અનેક યુવક-યુવતીઓ ત્યાં હતા એક યુવતી તેના પિતા સાથે આવી હતી,તેઓ પણ ઓફિસના પથ્થર ઉપર બેસી ઘરેથી લાવેલુ ટીફીન જમી રહ્યા હતા, કોઈ મુંબઈના ન્હોતા, હજારો કિલોમીટરનો પ્રવાસ કરી આવેલા યુવક-યુવતીઓ હતા, બધાના ચહેરા ઉપર એક સરખો ભાવ હતો, જેઓ નોકરી મળશે તેવા પ્રયત્નમાં હતા,તેમનો ચહેરો જાણે કહી રહ્યો હતો, હવે જદ્દોજહદનો અંત આવે તો સારુ.જયારે તેમની સાથે આવેલા પિતાનો ચહેરો કહેતો હતો હવે શરિર અને મન બંન્ને ઘરડા થયા છે, જો દિકરા-દિકરીને નોકરી મળી જાય તો જીંદગીનો થોડોક ભાર હળવો થશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular