નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીના (Morbi) ચકચારી કેસમાં ભૂગર્મમાં ઉતરેલી રાણીબા (Raniba) પોલીસની પકડમાં આવી ગઈ છે. દલિત યુવકને માર મારવાનો અને જુતુ મોઢામાં લેવડાવાના કેસમાં પોલીસે (Morbi Police) રાણીબા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.
મોરબીમાં રહેતા દલિત યુવકે 15 દિવસનો બાકી પગાર માગતા રાણીબા ઇન્ડસ્ટ્રીઝના સંચાલક અને તેના ભાઈ સહિતના લોકોએ ઢોરમાર માર્યો હતો અને પગરખા મોઢા લેવડાવીને માફી મગાવી હતી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. તેમજ જો તે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે યુવકે રાણીબા તેનો ભાઈ ઓમ પટેલ તથા રાજ પટેલ, પરીક્ષિત અને ડી. ડી. રબારી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દલિત યુવક પર અત્યાચારની ઘટના સામે આવતા દલિત સમાજ રોષ ભરાયો હતો અને મોરબી ક્લેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો હતો. સાથે જ આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
આ કેસમાં ધરપકડથી બચવા માટે રાણીબાએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતું કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. રાણીબા ભુગર્ભમાં ઉતરી જતાં પોલીસે ત્રણ ટીમ બનાવીને રાણીબા ઈન્ડસ્ટ્રીઝ સહિતની જગ્યાઓ પર તપાસ કરી હતી. ત્યારે આજે આ ચકચારીત કેસમાં રાણીબા હવે પોલીસ પકડમાં આવી ગઈ છે, સાથે રાણીબા સાથે પોલીસે રાજ પટેલ અને ઓમ પટેલની પણ ધરકડ કરી છે. હવે આ ચકચારી કેસમાં પોલીસ આરોપીની પુછપરછ કરીને આગળની વધુ કાર્યવાહી કરશે.
Tag: Morbi news update today, Morbi Raniba Case Update, Morbi Lady don Rani ba
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796