નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રાજસ્થાનમાં આજે 199 બેઠકો પર વિધાનસભાની ચૂંટણીનું (Rajasthan Election 2023) મતદાન થઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની સરકાર બનાવવા માટે એડીટી ચોટી સુધીનું જોર લગાવ્યું છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિયાક્ષેપ કરતાં રહે છે અને રાહુલ ગાંધી (Rahul Gandhi) સતત વિવાદોમાં સપડાયેલા રહે છે, ત્યારે આજે રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચાલી રહેલા મતદાન વચ્ચે લોકોને મતદાન કરવાની અપીલ સોશિયલ મીડિયા X પર કરી હતી. જેને લઈ ભાજપે રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે અને રાહુલ ગાંધી સામે પગલાં લેવાની રજૂઆત કરવાના સમાચાર સામે આવી આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું 199 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધીએ રાજસ્થાનની જનતાને વોટિંગ કરવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, રાજસ્થાન પસંદ કરશે મફત સારવાર, સસ્તું ગેસ સિલિન્ડર, અંગ્રેજી શિક્ષણ, વ્યાજમુકત ખેતી લોન તથા જાતિ આધારિત જનગણના. રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલી પોસ્ટને લઈ ભાજપે હોબાળો મચાવ્યો છે અને ચૂંટણીપંચને પત્ર લખીને રાહુલ ગાંધી આ પોસ્ટને તાત્કાલિક હટાવવા રજૂઆત કરવામાં આવી છે. વધુમાં ભાજપે રાહુલ ગાંધીના x એકાઊંટને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ માગ કરી છે.
રાહુલ ગાંધી ઘણા સમયથી પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહ્યા છે. એટલું જ નહીં વિવાદિત નિવેદનોને લઈ રાહુલ ગાંધી પર ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે, ત્યારે હવે વધુ એક ફરિયાદ રાહુલ ગાંધીની મુશ્કેલી વધારી શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796