નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ પોતાના એક ટ્વીટ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ પર નિશાન તાક્યું હતું, જોકે હવે તેઓ આ મામલામાં ઘેરાતા હોય તેવું દેખાઈ રહ્યું છે. રાહુલ ગાંધીના ટ્વીટ માટે તેમના સામે 14 ફેબ્રુઆરીએ આસામમાં ભાજપ દ્વારા ઓછામાં ઓછા 1 હજાર રાજદ્રોહ કેસ કરવામાં આવશે. આ વાત સૂત્રોના હવાલાથી સામે આવી છે. ‘ગુજરાતથી બંગાળ સુધી’ વાળા ટ્વીટને લઈને આ માથાકુટ ઊભી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પહેલા રવિવારે આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા એવા હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) એ રાહુલ ગાંધી પર જોરદાર વાકબાણ ચલાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભાષા બિલકુલ એવી છે જેવી 1947માં જિન્નાની હતી. રાહુલ ગાંધીએ પોતાની તે ટ્વીટમાં ભારતની તાકાત અને સુંદરતાને વ્યક્ત કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમાં પૂર્વોત્તરને શામેલ કરવાનું ભુલી ગયા. રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે, ‘આપણા ભારતીય સંઘમાં શક્તિ છે, આપણી સંસ્કૃતિઓનો સંઘ, આપણી વિવિધતાનો સંઘ, આપણી ભાષાઓનો સંઘ, આપણા લોકોનો સંઘ, આપણા રાજ્યોનો સંઘ, કશ્મીરથી લઈ કેરળ સુધી, ગુજરાતથી લઈ પશ્ચિમ બંગાળ સુધી ભારત પોતાના તમામ સ્વરૂપોમાં સુંદર છે. ભારતની ભાવનાનું અપમાન ન કરો.’
રાહુલ ગાંધી દ્વારા ભારતને ગુજરાતથી બંગાળ સુધી બતાવવાને લઈને ભાજપે તેમને ઘેરી લીધા છે. રહુલ ગાંધી પર કટાક્ષ કરતા કેન્દ્રી કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાના માટે ભારત પશ્ચિમ બંગાળમાં જ સમાપ્ત થઈ જાય છે. મારા સુંદર રાજ્ય અરૂણાચલ પ્રદેશ સહિત ભારતના પૂર્વોત્તરનો ભાગ તેમના વિચારમાં ભારતનો હિસ્સો નથી. હવે આ ટ્વીટને લઈને ભાજપ આસામમાં સોમવારે રાહુલ ગાંધી સામે રાજદ્રોહના કેસ કરવા જઈ રહી છે.
રવિવારે રાહુલ ગાંધીનએ મોદી સરકારને એક વાર ફરી આડેહાથ લીધી હતી. પોતાના હાલના ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે, મોદી કાળમાં અત્યાર સુધી 5.35 લાખ કરોડ રૂપિયા બેન્ક ફ્રોડ થયા છે. 75 વર્ષોમાં ભારતની જનતાના પૈસામાં આવા કામ ન્હોતા થયા. લૂંટ અને દગાના આ દિવસ ફકત મોદી મિત્રોના સારા દિવસો આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












