Wednesday, December 11, 2024
HomeGujaratAhmedabadઅખિલ ભારતીય કોળી સમાજનો સંદેશઃ કોળી સમાજ એક છે અને એક રહેશે,...

અખિલ ભારતીય કોળી સમાજનો સંદેશઃ કોળી સમાજ એક છે અને એક રહેશે, સમાજના ભાગલા પાડવા વાળાને ઓળખો!

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ લોકસભાની ચૂંટણી (Lok sabha Election 2024)નજીક આવતા હવે ટિકિટને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપે 26 બેઠકો માટે તમામ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. તેવામાં આ વખતે ઉમેદવારોની પસંદગીને લઈને કેટલાક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર (Surendranagar) બેઠક પરથી તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે એ વિવાદ ભાવનગર (Bhavnagar) સુઘી પહોંચી ગયો છે. તેવામાં હવે અખિલ ભારતીય કોળી સમાજ (Koli Samaj) દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો છે.

લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપે સુરેન્દ્રનગર બેઠક પરથી વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાને સ્થાને ચુવાળિયા કોળી સમાજના ચંદુ શિહોરાને લોકસભાની ટિકિટ આપી છે. જેના કારણે તળપદા કોળી સમાજના લોકો રોષે ભરાયા છે. તેવામાં હવે આ વિરોઘનો સૂર ભાવનગર સુઘી પહોંચ્યો છે. ભાજપે અહીં તળપદા સમુદાયના નિમુબેન બાંભણીયાને ટિકિટ આપી છે. તેની સામે હવે ચુંવાળિયા સમાજનો રોષ જોવા મળી રહ્યો છે. બંને બેઠકો પર વિરોધ એટલો વધ્યો છે કે હવે ઉમેદવારોના વિરોધમાં પણ બેઠકો શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વિવાદને શાંત પાડવા માટે અખિલ ભારતીય કોળી સમાજ મેદાનમાં આવ્યો છે.

- Advertisement -

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પિઠાવાલા અને પ્રદેશ મહામંત્રી રસિક ચાવડાએ સંયુક્ત નિવેદન આપી કોળી સમાજને સંદેશ આપ્યો છે કે, “તાજેતરમાં કોળી સમાજમાં સુરેન્દ્રનગર લોકસભા સીટમાં એક પાર્ટીએ કોળી સમાજના ઉમેદવાર પસંદ કર્યા છે. ત્યારે સમાજના અમુક આગેવાનો હાલ પેટા જ્ઞાતિઓના નામે ચુવાળિયા કોળી સમાજ અને તળપદા કોળી સમાજનું વિભાજન કરી પોતાનો રાજકીય લાભ લેવા બેઠકો કરી રહ્યા છે. આપણે સૌ સમાજને સંગઠિત કરવાની મુહિમ ચલાવતા હોઈ આપણે સમજવું જોઈએ કે સમાજ એક જ છે. પરંતુ ચોક્કસ લોકો પોતાનો અંગત રાજકીય લાભ ખાટવા માટે, સમાજના ભાગલા પાડવા માટે કાર્ય કરીને સમાજમાં અરાજકતા ફેલાવી રહ્યા છે. રાજકીય પક્ષોએ કોને ઉમેદવાર બનાવવા, એ પક્ષનો વિષય છે. અન્ય પાર્ટી અન્ય ઉમેદવાર ઊભા રાખશે તે પણ તેમનો વિષય છે. પરંતું સમાજે અને લોકોએ સમજણપૂર્વક નક્કી કરવાનું છે કે, કોને મત આપવો?

આપણે બધાએ સાથે મળી, સમાજને સંગઠિત કરી, આપણા કાયદેસરના હક્ક માટે લડત ચલાવવાની છે. રાજકીય પક્ષોએ આપણા ભોળપણનો લાભ લઈ; એમનો રોટલો શેકવા માટે આપણને અંદરોઅંદર લડાવી નાખ્યા. એ બાબતમાં સંશોધન કરવું અત્યંત જરૂરી છે. ચંદ્રવદન પિઠાવાલા અને રસિક ચાવડાએ કોળી સમાજને બે હાથ જોડી ચુવાળિયા, તળપદા, ધેડિયા, કોળી પટેલ તથા પેટા જ્ઞાતિઓ ભૂલી જઈ સમાજને એકતાથી સાથે રહેવા સંદેશ પાઠવ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular