Sunday, December 7, 2025
HomeGujaratભરૂચમાં 143 વર્ષ જુનો અંગ્રેજોએ બનાવેલો ગોલ્ડન બ્રિજ રિટાયર્ડ થયો!, કલેક્ટરે વાહનોની...

ભરૂચમાં 143 વર્ષ જુનો અંગ્રેજોએ બનાવેલો ગોલ્ડન બ્રિજ રિટાયર્ડ થયો!, કલેક્ટરે વાહનોની અવરજવર મુક્યો પ્રતિબંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચઃ ભરૂચમાં (Bharuch) દાયકાઓ જુનો અને અંગ્રેજો દ્વારા બનાવામાં આવેલો ગોલ્ડન બ્રિજ (Golden Bridge) રિટાયર્ડ થઈ ગયો છે. ભરૂચના આ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર આજે જિલ્લા કલેકટરે (Collector) પ્રવેશ પર પ્રતિબંધ (Vehicular Bans) ફરમાવ્યો છે. જેથી હવે નાના વાહન ચાલકોને પણ ફરજીયાત નર્મદા મૈયા બ્રિજ પાર કરીને જ નર્મદા નદી પાર કરવી પડશે. અગાઉ આ ગોલ્ડન બ્રિજ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં દેશના અતિ 7 જોખમી પુલમાં સમાવેશ કરાયો હતો. ત્યારે આજે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બ્રિજ પર જવા પ્રતિબંધ લગાવી દીધો છે.

ભરૂચની ઐતિહાસિક ઓળખ તરીકે ગણાતો નર્મદા નદી પર આવેલો 143 વર્ષ જુના ગોલ્ડન બ્રિજના પ્રવેશદ્વાર હવે વાહનચાલકો, રાહદારીઓ અને લોકો માટે બંધ થઈ ગયા છે. કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં જણાવામાં આવ્યું છે કે, ભરૂચ ખાતે નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ વર્ષ 1881માં બન્યો હતો. આ બ્રિજ ચાલુ થયાને હાલ 141 વર્ષ થયા છે. આ બ્રિજમાં 52 મીટરના કુલ 28 સ્પાન આવેલા છે. તેમજ આ બ્રિજની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. વર્ષ 2015-16માં બ્રિજને સમાંતર નાવ ચાર માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી પ્રદાન થતાં આ બ્રિજ 12/07/2021થી ઉપયોગમાં લેવામાં આવે છે.

- Advertisement -

જેથી ગોલ્ડન બ્રિજ પરથી છુટા-છવાયા વાહનો પસાર થાય છે. જેથી કોઈપણ સમયે બ્રિજમાં ક્ષતિ અજાણે થઈ શકે તેવી શક્યતા રહેલી છે. અવાર-નવાર બ્રિજનું નિરીક્ષણ કરવાનું રહેતું હોવાથી નિરીક્ષણ કરનારા ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને પ્રવેશવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવવાની દરખાસ્ત મળી છે. આ બ્રિજમાં કોઈપણ સમયે ક્ષતિ થઈ શકે તેવી શક્યતા રહેલી હોવાથી બ્રિજના બંને છેડા તરફથી પ્રવેશ કરવા કોઈપણ વ્યક્તિ કે વાહનો પર સંપૂર્ણ અવર-જવર બંધ કરવી આવશ્ય જણાય છે. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા દ્વારા 12 જુલાઈથી ગોલ્ડન બ્રિજને લઈને અન્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી ઈજનેર સિવાયના લોકો કે વાહનો માટે પ્રવેશ પર પાબંદી ફરમાવી દીધી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular