નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: ગુજરાતમાં દારૂ પર અંકુશ લાવવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ જણાય રહી છે. જેના કારણે ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી માટે સ્ટેટ મોનિટરીંગ સેલ (State monitoring Cell) સતત દરોડા કરી રહ્યું છે. ત્યારે આજરોજ સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) દારૂ ભરેલા કન્ટેનરને (Liquor container) ઝડપી પાડ્યું છે. જેમાં બનાસકાંઠાના (Banaskantha) દાંતીવાડા નજીકથી ગુજરાતમાં ઘુસી રહેલા દારૂ (Alcohol) ભરેલા કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું છે.

રાજ્યમાં વધી રહેલા દારૂના વેપાર સામે સ્થાનિક પોલીસની ભૂમિકા પર સતત આંગળી ચિંધાતી રહી છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે પ્રામાણિક અધિકારી તરીકેની ઓળખ ધરાવતા નિર્લિપ્ત રાયની (Nirlipt Rai) નિમણૂંક થતા ગેરકાયદેસર ધંધાઓ પર સતત કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. આવી જ કડક કાર્યવાહી આજરોજ પણ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાના દાંતીવાડા નજીકની ગુંદરી ચેક પોસ્ટથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે ગુંદરી ચેક પોસ્ટથી થઈ ડીસા હાઈવે તરફ GJ-12-4193 નંબરના ટ્રકમાં કન્ટેનરમાં દારૂ છુપાવેલો છે.
બાતમી મળતી સ્ટેટ મોનિટરિંગ સેલે વૉચ ગોઠવી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. આ કન્ટેનરમાંથી મોનિટરિંગ સેલને રૂપિયા 70 લાખની માતબાર રકમનો દારૂ મળી આવ્યો હતો. સાથે જ ટ્રકના ડ્રાયવર અમરરામ જાટની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવતા દારૂનો જથ્થો જાલંધરથી કૈલાશ જાટ અને તેના માણસે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આ દારૂનો જથ્થો કચ્છના ગાંધીધામના બુટલેગરને આપવાનો હોવાની પણ માહિતી સામે આવતા તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આમ સમગ્ર મામલે ગાંધીધામના બુટલેગર સહિત દારૂ મોકલનાર કૈલાશ જાટ સહિત તેના સાગરીતની ધરપકડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796