Sunday, October 13, 2024
HomeGujaratAhmedabadઅયોધ્યાવાસીઓએ જ્યારે રામને બદલે રોજીરોટીને મહત્ત્વ આપ્યું…

અયોધ્યાવાસીઓએ જ્યારે રામને બદલે રોજીરોટીને મહત્ત્વ આપ્યું…

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આજનો દિવસ ઐતિહાસિક છે. રામ મંદિરની (Ram Mandir) પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે અને દેશનું વાતાવરણ રામમય થઈ ગયું છે. રામમય માહોલ બનાવવાનો વિશેષ શ્રેય મીડિયાને મળવો જોઈએ. રામમંદિરનો વિવાદ દેશમાં દોઢસો સદી જૂનો હતો અને છેલ્લા ત્રણ દાયકામાં તેને લઈને દેશમાં અનેકવાર રમખાણો થયા અને હજારો લોકો તેમાં મૃત્યુ પામ્યા. રામ મંદિર પ્રત્યેની આસ્થા દેશભરમાં છે અને એટલે જ આજે રામ મંદિરમાં થઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન અને સેલિબ્રિટિઝ સુધ્ધા અયોધ્યા પહોંચ્યા છે. રામ મંદિરની ઊજવણી દેશ અને વિદેશોમાં પણ થઈ રહી છે. પણ અયોધ્યામાં (Ayodhya) તેનાથી તદન વિપરીત માહોલ છે, દરેક અયોધ્યાવાસી આ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાથી ખુશ છે એવું નથી. તેમના માટે અયોધ્યામાં રામનું આવવું તે ‘મેરી ઝોપડી કે ભાગ ખુલ જાયેંગે’ એવું નથી.

Ayodhya Ram mandir news
Ayodhya Ram mandir news

અયોધ્યા રામ મંદિર તરફ જવા માટે પહેલા 13 કિલોમીટર લાંબો અને 24 મીટર પહોળો ‘રામપથ’ માર્ગ બનાવવાનો પ્રસ્તાવ હતો. માર્ગ પહોળો કરવામાં સ્થાનિકોની દુકાનો અને ઘરો તોડવા પડે એમ હતા, તેથી સૌએ મળીને તેનો વિરોધ કર્યો અને આખરે રામપથ 20 મીટર સુધી પહોળો બનાવવો પડ્યો. અયોધ્યાની ગલીઓ સાંકડી છે અને ગરીબ યાત્રીઓ માટે પણ અયોધ્યામાં સસ્તી જાત્રા કરી શકાતી હતી. પણ સ્થાનિકોને હવે ભીતિ છે કે અયોધ્યાની ચમકદમકમાં ખરાં યાત્રીઓ અહીં આવવું મોંઘુ પડવાનું છે. સદીઓથી જેમના પરિવાર અહીં વસતા હતા તેમને પણ અયોધ્યાનું ડેવલપમેન્ટ ખટકી રહ્યું છે; તેનું કારણ રામપથ નિર્માણ માટે 2,200 જેટલી દુકાનો, 800 ઘરો, 30 મંદિરો, નવું મસ્જિદ અને છ મઝાહરનો હટાવવામાં આવ્યા છે. જેટલાં કાયદેસર માલિકી ધરાવતા હતા તેમને વળતર પણ આપવામાં આવ્યું છે, પણ દરેક વખત વળતરથી વિરોધ શમી શકતો નથી.

- Advertisement -

અયોધ્યા હવે મોંઘી બનશે તેવું માત્ર ધંધાદારીઓને જ નથી લાગતું બલકે અભ્યાસુ લોકો પણ તેવું ભવિષ્ય ભાખી રહ્યા છે. અયોધ્યાના ડેવલપમેન્ટમાં અહીં રહેતા પ્રોફેસર રઘુવંશમણી ત્રિપાઠીના ઘરનો અડધોઅડધ હિસ્સો ગયો છે. તેમને એવું લાગે છે કે અયોધ્યા હવે પૂર્ણપણે કોમર્સિયલ સિટી બનશે. અયોધ્યામાં થયેલા નિર્માણથી પોતાને દૂર દૂર જોનારાં અયોધ્યાવાસી દુકાનદારોનું રિપોર્ટિંગ ‘બીબીસી’એ કર્યું છે, તેમાં કમલાદેવીનો કિસ્સો છે, જેમની ભાડાની દુકાન આ ડેવલપમેન્ટમાં તોડી પાડવામાં આવી છે. નવેમ્બર 2022માં તેમણે આપેલાં ઇન્ટરવ્યૂમાં તેઓ એક જ વાત કહેતાં જોવા મળે છે ‘અમને કોઈ વળતર નથી જોઈતું, બસ માત્ર દુકાન જોઈએ છે.’ રામ મંદિર નિર્માણની ખુશી કમલાદેવીને છે, પણ તે એમેય કહે છે કે રામ આવે તો તેવો એવું જ ઇચ્છત કે મારી જનતા ખુશ રહે. આવો જ કિસ્સો ભગતપ્રસાદ પહાડીનો કિસ્સો છે, જેઓ રામના પરિધાન સિવવાનું કામ છેલ્લા ચાળીસ વર્ષથી કરે છે. અને આ રીતે તેઓ અહીં ત્રણ ભાડાની દુકાનમાં પોતાના પરિવાર સાથે રામના પરિધાન સિવવાનું કામ કરતા હતા, પણ હવે તેમની ત્રણેત્રણ દુકાનો તૂટી ગઈ છે. તેઓ પણ રામ મંદિર નિર્માણ થયું છે તેને વધાવી રહ્યા છે, પણ પોતાની દુકાન તૂટી છે તે અંગે કહે છે કે, ‘જો દાલરોટી કા સહારા હૈ, વહ હમારા છીન ગયા હૈ.’

આ મુદ્દે અયોધ્યાનું જિલ્લા પ્રશાસનનું કહેવું છે કે, અયોધ્યાના ડેવલપમેન્ટમાં જેમની પૂર્ણપણે દુકાન ગઈ છે, તેવાં 212 દુકાનદારોને નવી દુકાનો આપવામાં આવી છે. અને આ દુકાનદારોને માર્કેટ વેલ્યુ મુજબ નહીં, પણ માત્ર આ દુકાન માટે બેઝ પ્રાઇઝ આપવાની છે. અને આ બેઝ પ્રાઇઝ માટે પણ સરકાર લોનની વ્યવસ્થા કરી આપશે તેમ જણાવે છે. અયોધ્યા હોય કે અન્ય કોઈ પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જ્યારે તે નિર્માણ પામે છે ત્યારે સ્થાનિકો તેના સૌથી વધુ ભોગ બને છે. અયોધ્યા આજ દિન સુધી વિવાદીત ભૂમિ રહી અને ત્યાં આવનારાં શ્રદ્ધાળુઓ પડકાર વેઠીને પણ યાત્રા કરતા હતા. હવે અયોધ્યામાં આસ્થા રાખવા માટે નવો હિસાબ મંડાશે, જેમાં સગવડ અને ચમકદમક હશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular