નવજીવન ન્યૂઝ. આણંદ: મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી ઉપર હોય છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ મિત્ર હંમેશા પડછાયાની જેમ સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો. આણંદમાં બે મિત્રોએ જીવ ગુમાવ્યો છતાં પણ મિત્રતા નિભાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આણંદના તારાપુરમાં તાજેતરમાં સિક્સ લેન હાઇવે પર બોરસદ નજીક એક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પેટલાદ તાલુકાના સુંદરા ગામના બે જીગરજાનમિત્ર યુસુફ અલી સૈયદ અને ગોવિંદભાઇ ઠાકોરનું મોત નીપજયું હતું. બંને મિત્રો વહેલી સવારે શાકભાજી લેવા નીકળ્યા હતાં ત્યારે હાઇવે પર ટ્રકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત થતાં રીક્ષા ચાલક અને રીક્ષામાં બેઠેલા મિત્રને માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ પર મોત થયું હતું.
બંને મિત્રોના મોતના સમાચાર મળતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સુંદરા ગામમાં બંને મિત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળી ત્યારે આખું ગામ અંતિમ યાત્રામાં જોડાયું હતું. જીવતા તો બને મિત્રોએ મિત્રતા નિભાવી પણ અંતિમ યાત્રામાં પણ બંનેને એક સાથે જોઈને સૌ કોઈની આંખ ભીની થઈ ગઈ હતી. બંનેની અંતિમ યાત્રામાં એક બાજુ રામ બોલો ભાઈ રામ તો બીજી બાજુ કુરાનની આયતોનું પઠન થતું હતું. બંને મિત્રો મર્યા બાદ પણ કોમી એકતાનું પ્રતિક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજયમાં થોડા દિવસ અગાઉ ધર્મના નામે હિંસા ભડકી હતી. આણંદના ખંભાતમાં પણ આ પ્રકારની હિંસા થઈ હતી. ત્યારે તે જ જિલ્લામાં આવા વાતાવરણની વચ્ચે બંને મિત્રોએ ધર્મના નામે હિંસા ભડકવતા તત્વો સામે કોમી એકતાની મિસાલ બનીને ઊભરી આવ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











