Sunday, November 2, 2025
HomeNationalચાલુ મેચમાં ફૂટબોલરને આવ્યો હાર્ટ એટેક, બંને ટીમના ખેલાડીઓ પોક મૂકીને રડ્યા

ચાલુ મેચમાં ફૂટબોલરને આવ્યો હાર્ટ એટેક, બંને ટીમના ખેલાડીઓ પોક મૂકીને રડ્યા

- Advertisement -

નવજીવન.નવી દિલ્હીઃ ફૂટબોલ જગતમાં હચમચાવી નાખે તેવો એક કિસ્સો પ્રકાશિતમાં આવ્યો છે. ફૂટબોલની ચાલુ મેચ દરમિયાન ખેલાડીને હાર્ટ એટેક આવતા મેદાન પર જ મોત નીપજયું છે. 28 વર્ષના ખેલાડીનું મોત થતાં અન્ય ખેલાડીઓ પણ ચોંધાર આંસુએ રડી પડ્યા હતા. અને આખરે મેચ પણ રદ્દ કરી નાખી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્જિરિયામાં સેકન્ડ ડિવિઝનની મેચ દરમિયાન આ બનાવ બન્યો હતો. Mouloudia Saida અને ASM Oran ક્લબ વચ્ચે ગઈ કાલે મેચ યોજાઇ હતી. તે દરમિયાન ગ્રુપ-બીની આ મેચમાં રમતના પહેલા હાફ દરમિયાન ખેલાડી સોફિયાન લુકર ગોલકીપર સાથે અથડાયો હતો. અને તેને મેદાન પર સારવાર આપવામાં આવી અને તે ફરીથી રમવા આવી ગયો હતો.

- Advertisement -

સોફિયાન ફરીથી રમવા માટે તૈયાર થઈને આવ્યાને દસ મિનિટ પછી તે અચાનક પડી ગયો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સોફિયાનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. સોફિયાન લુકરની ઉંમર માત્ર 28 વર્ષની હતી. તે મૌલૌદિયા સૈદાનો ખેલાડી હતો. સોફિયાન તેની ટીમનો કેપ્ટન પણ હતો.



- Advertisement -

સોફિયાનનું મોત થતાં અન્ય ખેલાડીઓ રડી પડ્યા જેનો વિડીયો પ્રકાશિતમાં આવ્યો છે. ખેલાડીના મોત બાદ મેચને રદ્દ કરવામાં આવી હતી પરંતુ મેચ રદ્દ થાય તે પહેલા જ Mouloudia Saidaએ ASM Oran સામે 1 ગોલથી જીત મેળવી લીધી હતી.



- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular