લતીફ ભાગ-9: લતીફ (Abdul Latif) પાંચ બેઠકો ઉપર વિજયી થઈ, હવે રાજનેતા થઈ ગયો હતો. હવે તેની વધી રહેલી તાકાતનો કોઈને અંદાજ હોય કે નહીં પણ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ને લતીફ (Abdul Latif)ની વધી રહેલી તાકાતનો અંદાજ આવી ગયો હતો. તે લતીફ (Abdul Latif)ના વધી રહેલા કદને પોતાની સામેના જોખમ તરીકે જોઈ રહ્યો હતો, પણ દરેક લડાઈ માત્ર તાકાતના જોરે લડી શકાતી નથી. લડાઈના મેદાનમાં પોતાનું અસ્તિવ ટકાવી રાખવા માટે દુશ્મનને બે ધ્યાન બનાવી માત આપવી પડે. લતીફ (Abdul Latif)ને પૈસા, પોલીસ અને રાજકારણના સત્તાનો કેફ હતો. જ્યારે દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) એક મોટી રમત રમી ગયો તેની કોઈ ગંધ સુદ્ધા આવી નહીં. દાઉદને ખબર હતી કે લતીફ (Abdul Latif)ની તાકાત આલમઝેબ છે. જો આખી રમતમાંથી આલમઝેબ આઉટ થઈ જાય તો મુંબઈમાં પોતાનો રસ્તો સાફ થાય અને ગુજરાતમાં પણ આલમઝેબની ગેરહાજરીમાં લતીફ (Abdul Latif) સુધી પહોંચતા સમય લાગે નહીં.
લતીફ (Abdul Latif)ની સરખામણીમાં દાઉદ એક ડગલું આગળ ચાલતો હતો અને લતીફ (Abdul Latif)નું વિચારવાનું બંધ થાય ત્યાંથી દાઉદ વિચારવાનું શરૂ કરતો હતો. મુંબઈમાં પોતાની ગેંગ (Gang) ઉભી કરવામાં પણ દાઉદે જે રીતે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કર્યો હતો તેવી જ રીતે તેણે ગુજરાત પોલીસ (Gujarat Police) ના કેટલાંક અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. દાઉદે મુંબઈમાં પોલીસ એન્કાઉન્ટરના નામે હરિફ ગેંગના અનેક લોકોના ઢીમ ઢાળી દીધા હતા અને તેણે ગુજરાતમાં પણ તેની યોજના ઘડી કાઢી હતી. આલમઝેબના નામે ગુજરાત પોલીસ (Gujarat Police) માં પણ અનેક ગુનાઓ નોંધાયેલા હતાં. ગુજરાત પોલીસને પણ આલમઝેબની જરૂર હતી પણ દાઉદ અને ગુજરાત પોલીસની તકલીફ એક સરખી હતી. કારણ આલમ છે કયાં તેનો કોઈ પત્તો ન્હોતો, આલમ પણ ચાલાક હતો, તે સતત પોતાના ઠેકાણા બદલતો હતો. તેને પોતાના પડછાયા ઉપર પણ ભરોસો ન્હોતો.
હવે એક મહત્વનું કામ એ હતું કે લતીફ (Abdul Latif) – આલમના મહત્વના માણસને ફોડવા. અંડરવર્લ્ડ (Underworld) માં પણ આખરે પૈસા અને ગ્લેમર જ બધુ કરાવે છે. દાઉદે અલમઝેબની આસપાસ નબળી કડી કોણ છે તે શોધી કાઢવાની હતી અને તે તેને થોડા દિવસમાં હાથ લાગી. તેનું નામ કવલજીત હતું. કવલજીત અને દાઉદ વચ્ચે શુ નક્કી થયુ તેની કોઈને ખબર નથી, પણ કવલજીતે આલમઝેબનો સાથ છોડી દાઉદ સાથે બેસી જવાનું મન મનાવી લીધુ હતું, પણ જ્યાં સુધી આલમ જીવતો હોય ત્યાં સુધી કવલજીત દાઉદ સાથે બેસી શકે તેમ ન્હોતો. આલમઝેબ અને લતીફ (Latif) પોતાના જ ઘરમાં દાઉદ પેસારો કરી ગયો તેની ખબર જ ના પડી. અને એક દિવસ સુરત પોલીસ (Surat Police) ને માહિતી મળી હતી કે આલમઝેબ સુરતની એક હોટલમાં રોકાયો છે. પછી જેમ બીજા એન્કાઉન્ટરોની સ્ટોરીઓ હોય છે તેવી જ આલમઝેબના એન્કાઉન્ટરની સ્ટોરી અખબારમાં આવી હતી. અને દાઉદ આલમને ખત્મ કરવાની યોજનામાં સફળ રહ્યો હતો.
બીજી તરફ પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં આલમ (Alam) માર્યો ગયો તે વાત આલમની ગેંગ માટે પણ આધાતજનક હતી કારણ આલમ કયાં રોકાયો છે તેની ચોક્કસ માહિતી પોલીસ સુધી પહોચી કેવી રીતે? જો કે આલમઝેબની ગેરહાજરીમાં ગેંગનું સુકાન સાંભળી લેનાર આલમનો ભાઈ અયુબને થોડાક દિવસમાં માહિતી મળી કે તેના ભાઈ આલમ સાથે કવલજીતે દગો કરી તેનું કામ તમામ કરી નાખ્યુ હતું. અયુબનો ગુસ્સો પણ સાતમા આસમાને હતો. તેણે પણ કલલજીતનો ખેલ પુરો કરવાના સોંગદ લીધા હતાં પણ હવે કવલજીત જ્યા હતો ત્યાં સલામત હતો. ત્યાં સુધી પહોચવું અધરૂ હતું.પણ આ ધંધામાં ખુનનો બદલો ખુન જ હોય છે. અને અયુબ લોહી તરસ્યો થયો હતો, તે આકાશ-પાતાળ એક કરી કવલજીતને શોધવા માગતો હતો. તેને બસ એટલી જ માહિતી મળી કે કવલજીત અમદાવાદ (Ahmedabad) માં જ છે.
અયુબ અમદાવાદ નારોલ (Ahmedabad Narol) પહોંચ્યો, તેને ખબર હતી કે કવલજીત સુધી તેને કોણ લઈ જશે. તે નારોલમાં કોઈકનો ઈંતઝાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી એક કાર પસાર થઈ, અયુબ સાથે રહેલા માણસો કારની આડા રહી ગયા અને કારને થોભાવી, કારમાં સવાર વ્યક્તિને પણ ખબર ન્હોતી કે તેની કાર કોણે ઉભી રખાવી હતી. કારમાં જે વ્યક્તિ હતો તે લતીફ (Abdul Latif)નો ખાસ માણસ અને એક રાજકિય નેતા (Political leader) હતો. કાર ઉભી રહેતા તેણે અયુબને જોયો અને તેના ગાત્રો ધ્રુજી ગયા. અયુબ પેલા નેતાની બાજુમાં કારમાં ગોઠવાઈ ગયો, તેણે કમરમાં ખોંસી રાખેલી રિવોલ્વર બહાર કાઢી અને નેતાની કાન પટ્ટી ઉપર મુકી એટલુ જ પુછ્યું કવલજીત (Kavaljit) કહા હૈ, પેલા નેતાની ગેંગે ફેંફે કરી ખબર નથી તેવુ કહેવાનો પ્રયાસ કર્યો પણ ત્યારે ટ્રીગરનો સહેજ ટ્રકકક જેવો અવાજ થતાં પેલા નેતાઓ અયુબના પગ પકડી જવા દેવાની વિનંતી કરી. અયુબ માત્ર એટલુ બોલ્યો, કવલજીત (Kavaljit) ચાહીયે. નેતા સમજી ગયો તેના માથે મોત હતું. તેના મોત અને તેની વચ્ચે માત્ર એક ક્ષણનું જ અંતર હતું. કાનપટ્ટી ઉપર રહેલી રિવોલ્વરની ટ્રીગર દબાય એટલી જ વાર હતી.
ડ્રાઈવીંગ સીટ ઉપર અયુબનો માણસ ગોઠવાઈ ગયો અને નેતાના ઈશારે કાર અમદાવાદ (Ahmedabad) માં દાખલ થઈ. હવે નેતાની કાનપટ્ટી ઉપર ગન ન્હોતો, પણ અયુબ ગન સાથે બાજુની સીટમાં જ બેઠો હતો. લગભગ 10 મિનિટ અંતરે કાર ઉભી રહી. રાતનો સમય હતો. જયાં નવાબખાનનું સામ્રાજય ચાલતુ હતું, હવે તેનું સામ્રાજય તેનો દિકરો પપ્પુખાન (Papukhan) સંભાળી રહ્યો હતો. દારૂ અને જુગારના તેમના અડ્ડાઓ ધમધમાટ ચાલતા હતા, જયા કાર ભી રહી તે પણ પપ્પુખાન (Papukhan) નો એક અડ્ડો હતો. નેતાએ અયુબને અંદરની તરફ ઈશારો કર્યો અને અયુબ રિવોલ્વર સાથે કારમાંથી ઉતરી અડ્ડા તરફ આગળ વધ્યો. ત્યારે અડ્ડામાં કવલજી (Kavaljit) તે દારૂની કવાર્ટર બોટલ ખોલી પોતાનો પેગ ભર્યો અને નજર ઉચી કરી ત્યારે સામે અયુબ ઉભો હતો. તેના હાથમાં રિવોલ્વર હતી, અયુબે કવલજીત (Kavaljit) ની આંખોમાં ખૌફ જોયો અને અયુબે ટ્રીગર ઉપર મુકેલી આંગળી દબાવી, એક ઘડાકો થયો, કવલજીત (Kavaljit) ની છાતીમાં કાણુ પડ્યું અને લોહીનાં ફુવારા વચ્ચે કવલજીત ત્યાં જ ઢળી પડ્યો, હિસાબ બરાબર પુરો થયો અને અયુબ ત્યાંથી રવાના થયો.
(ક્રમશ:)
PART – 8 | લતીફને BJPની પાટીદાર મહિલા નેતાઍ રાખડી કેમ મોકલી પછી શુ થયુ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે








