Monday, September 9, 2024
HomeGujaratક્રાઇમ બ્રાન્ચ નો કાફલો રોકાયો અને પોલીસ કંટ્રોલરૂમની ફોન રણકવા લાગ્યા

ક્રાઇમ બ્રાન્ચ નો કાફલો રોકાયો અને પોલીસ કંટ્રોલરૂમની ફોન રણકવા લાગ્યા

- Advertisement -

લતીફ ભાગ-47: પોલીસ જાપ્તામાંથી લતીફ Latif ફરાર થયો છે તેવો વાયરલેસ મેસેજ અમદાવાદ Ahmedabad ના તમામ સિનિયર ઓફિસરોએ સાંભળ્યો હતો. જો કે હજી અમદાવાદ Ahmedabad ગાઢ નિદ્રામાં સુઈ રહ્યું હતું. અમદાવાદીઓને હજી લતીફ Latif ફરાર થયાના સમાચાર મળ્યા ન્હોતા, રાતના 3 વાગ્યા હશે. અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ Ahmedabad Police Control Room નો એક લેન્ડ લાઈન ફોન રણકવા લાગ્યો, નાઈટ ડ્યુટી Night Duty ઓફિસરે કંટાળા સાથે ફોન ઉપાડી કહ્યુ નમસ્તે અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ Ahmedabad Police Control Room .. સામેથી છેડેથી વાત કરનાર વાતની શરૂઆત કરતા, તરત નાઈટ ડ્યુટી ઓફિસરે કાગળ પેન લઈ નોંધ ટપકાવવાની શરૂઆત કરી. કંટાળા સાથે ફોન ઉપાડ્યો હોવા છતાં જે માણસ ફોન ઉપર માહિતી આપી રહ્યો હતો તે એટલી મહત્વની હતી કે ડ્યુટી ઓફિસરના ચહેરા ઉપર રહેલો કંટાળો એકદમ ઉડી ગયો.



ફોન પુરો થતાં ડ્યુટી ઓફિસર ટપકાવેલી નોંધ લઈ તરત વાયરલેસ બ્રોડકાસ્ટીંગ રૂમમાં પહોંચી અને એકાદ મીનિટ પછી વાયરલેસ મેસેજ શરૂ થયો. કંટ્રોલ કોલિંગ ટુ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch .. તરત ક્રાઈમ બ્રાન્ચે Crime Branch જવાબ આપ્યો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના વાયલેસ ઓપરેટરે પોતે સંદેશા માટે તૈયાર હોવાનું કહેતા, મેસેજ આવ્યો.. એક માણસ નરોડા Narola ક્રોસિંગ પાસે હાથ હાથમાં રિવોલ્વર Revolverજેવા હથિયાર સાથે ત્યાંથી પસાર થતી ટ્રકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે, ક્રાઈમ બ્રાન્ચ Crime Branch તાત્કાલીક નરોડા ક્રોંસીંગ Naroda Crossing પહોંચે. શક્યતા છે કે તે લતીફ Latif હોઈ શકે છે. આ મેસેજ મળતા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના વાહનો જે લતીફ Latif ને શોધી રહ્યા હતાં તે નરોડા કોંસીંગ Naroda તરફ રવાના થયા હતાં. લતીફ Latif જે સ્થળે ભાગ્યો હોવાનો પોલીસનો દાવો હતો તેનાથી ક્રોસિંગ વચ્ચેનું અંતર લગભગ 2 કિલોમીટર જેટલુ હશે. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ત્યાં પહોંચી ત્યારે ખરેખર એક માણસ હાથમાં રહેલી રિવોલ્વર Revolverબતાડી ટ્રેકને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ દુરથી પોલીસના વાહનો આવતા જોઈ તે તે ડાબી તરફ ખુલ્લા મેદાનમાં અંધારા તરફ દોડવા લાગ્યો.

ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના વાયરલેસ ઓપરેટરે નરોડા ક્રોસિંગ Naroda Crossing પહોંચ્યાનો સંદેશો કંટ્રોલરૂમને આપ્યો હતો. જે માણસ ભાગી રહ્યો હતો તે કાચા રસ્તે હવે પોલીસના વાહનો જઈ શકે તેમ ન્હોતા એટલે પોલીસ અધિકારીઓએ પણ પોતાના હથિયારો લઈ તે માણસ પાછળ જીપમાંથી ઉતરી દોડવાની શરૂઆત કરી, તે માણસ જે તરફ અંધારા દોડી રહ્યો હતો, તે તરફ એક અવાવરૂ મકાન પણ હતું. સ્થાનિકો તેને ભુતિયા બંગલા તરીકે ઓળખતા હતાં. પોલીસ નજીક આવી જતા પેલા માણસે પોતાની પાસે રહેલા હથિયાર વડે પોલીસને રોકવા માટે ગોળીબાર શરૂ કર્યો હતો. અચાનક થયેલા ગોળીબારને કારણે પોલીસે પણ સામે ગોળીબાર શરૂ કર્યો હતો. જો કે અંઘારૂ એટલુ હતું માત્ર ગોળીબારનો અવાજ સંભળાતો હતો, પણ બંન્ને તરફ કોઈ એકબીજાના જોઈ શકતા ન્હોતા. પેલો માણસ ભુતિયા બંગલામાં ઘુસી ગયો.



ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ઉપર ગોળીબાર થયો છે તેવો સંદેશો કંટ્રોલરૂમને મળતા સિનિયર પોલીસ અધિકારીને પણ તેની જાણ કરવામાં આવી હતી. અમદાવાદ Ahmedabad ના મોટા ભાગના સિનિયર આઈપીએસ IPS અધિકારીઓ ભુતિયા બંગલા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની મદદે જવા રવાના થયા હતા. હવે પેલો બંગલામાં છુપાયેલો માણસ પોલીસ ઉપર ગોળીબાર કરતો હતો, જેનો વળતો ઉત્તર પણ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આપી રહી હતી. થોડીક મીનિટો સુધી ચાલેલા ફાયરીંગ બાદ બંગલાની અંદરથી ગોળીબાર બંધ થયો. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પણ વિચારમાં પડી ગઈ, બંન્ને તરફ એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. સ્ટાફ ઓછો હતો, અંધારૂ હતું, એકદમ બંગલા તરફ જવામાં જોખમ હતું. કદાચ પેલો માણસ પોલીસ ઉપર ઘાત લગાવી બેઠો હોય અને ગોળી ચલાવે તો.. ત્યારે જ સિનિયર આઈપીએસ IPS અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા, પોલીસે ટોર્ચના પ્રકાશના સહારે બંગલામાં જવાનો નિર્ણય કર્યો હથિયાર સજ્જ અધિકારીઓ એકબીજાને કવર આપતા હતા, આગળ વધ્યા. બંગલાના પોર્ચમાં દાખલ થતાં ટોર્ચના પ્રકાશમાં એક માણસ લોહીથી લથબથ જમીન ઉપર પડેલો જોવા મળ્યો તેના હાથમાં હજી રિવોલ્વર Revolver હતી. કદાચ તે મરી ગયાનો ડોળ પણ કરતો હતો, એક અધિકારીએ ચપળતાપુર્વક તેની નજીક જઈ તેના હાથમાં રહેલી રિવોલ્વર Revolver ખેંચી લીધી, પણ તે જરા પણ હલ્યો નહીં. બીજા અધિકારી સાવચેતીપુર્વક નજીક આવ્યા અને તેના જમણા હાથની નાડી પકડી તપાસી, પણ તે માણસનો શ્વાસ થંભી ગયો હતો. પોલીસને કરેલા વળતા ગોળીબારમાં તે મૃત્યુ પામ્યો હતો.

- Advertisement -

પોલીસ અધિકારીએ તે કોણ છે જાણવા માટે તેના ચહેરા ઉપર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. તે 47 વર્ષનો અબ્દુલ લતીફ Latif જ હતો. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના દાવા પ્રમાણે તે તેમના જાપ્તામાંથી ભાગ્યો અને તેના 2 કલાકમાં પોલીસની અથડામણમાં માર્યો હતો. પોલીસે તેમની ઉપર થયેલા હુમલા અને તેમણે સ્વરક્ષણમાં કરેલા ગોળીબારમાં લતીફ Latif ના મૃત્યુની ફરિયાદ સરદારનગર પોલીસ સ્ટેશન Sardarnagar Police Station માં નોંધાઈ હતી. લતીફ Latif નો મૃતદેહ પડ્યો હતો. પોલીસની એફઆઈઆર FIR પ્રમાણે લતીફ Latif ઈન્સપેક્ટર તરૂણ બારોટ Tarun Barot નાફાયરિંગમાં માર્યો ગયો હતો, પણ ત્યારે સ્થળ ઉપર લતીફ Latif ને જે આઈપીએસ IPS અધિકારીઓનો ડર લાગતો હતો તે બધા જ ત્યાં પહોંચી ગયા હતા. અમદાવાદ ઉપર બે દાયકા સુધી પોતાનું આધિપત્ય જમાવનાર ડૉન અબ્દુલ લતીફ Abdul Latif હવે ઈતિહાસ થઈ ગયો હતો. 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી ગુજરાતમાં લાદવામાં આવેલી કાગળિયા દારૂબંધીને કારણે લતીફ Latif નો જન્મ થયો, તે બુટલેગર બન્યો, તેમાંથી ગેંગસ્ટર Gangster અને પછી આતંકવાદી બન્યો હતો અને આખરે તેનો આ કરૂણ અંજામ આવ્યો. ગેંગસ્ટર Gangster નો જીવનકાળ કાયમ ટુંકો હોય છે, તેવું જ લતીફ Latif સાથે પણબન્યું. ગેંગસ્ટર Gangster ની ગ્લેમરસ જીંદગીનો અંત કાયમ આવો જ હોય છે. જો કે લતીફ Latif ના મૃત્યુ સાથે તેની જોડાયેલી કેટલીક અંગત વાત પણ દફન થઈ ગઈ, જેમાં ખરેખર પોલીસ લતીફ Latif જાપ્તામાંથી ભાગ્યો હતો કે પછી પોલીસ દ્વારા અન્ય ગેંગસ્ટર Gangster ની સ્ટોરી ઊભી કરવામાં આવે છે તેમ લતીફ Latif ને કાગળ ઉપર ભગાડ્યો અને પછી તેને ઠાર માર્યો. આવી અનેક બાબતો ઉત્તર વિના રહી ગઈ છે, જો કે લતીફ Latif ના મૃત્યુ પછી આજ સુધી ક્યારેય બનાવટી એન્કાઉન્ટર Encounter થયાની ફરિયાદ થઈ નથી, લતીફ Latif હવે તો મરવો જ જોઈએ, તેવું માનતી પોલીસની સાથે સમાજનો બહુ મોટો વર્ગ પણ હતો જેમાં હિન્દુ મુસ્લિમ બંને સામેલ હતા, તેઓ પણ પોલીસના મત સાથે ચુપ રહીને પણ સંમત્ત હતા.



લતીફ Latif મૃત્યુ પામ્યો તેની જાણ જ્યારે અમદાવાદ Ahmedabad ને થશે ત્યારે ખાસ કરી મુસ્લિમ વિસ્તારમાં તેના પડધા પડશે તેવું પોલીસ માની રહી હતી, કારણ એક જમાનામાં તે મુસ્લિમ કોમનો નેતા થઈ ગયો હતો, સવાર પડતા જ અમદાવાદને લતીફ Latif ના એન્કાઉન્ટર Encounter ની ખબર પડે તે પહેલા અમદાવાદના દરિયાપુર-શાહપુર અને કાલુપુર Dariapur-Shahpur and Kalupur જેવા વિસ્તારમાં પોલીસની મોટી ફૌજ ઉતારી દેવામાં આવી હતી. સવારે 10 વાગતા સુધી લતીફ latif ના સમાચાર આખા અમદાવાદ Ahmedabad માં ફરી વળ્યા હતા, પણ અમદાવાદ એકદમ શાંત રહ્યું. હિન્દુ વિસ્તારમાં તો લતીફ Latif ગયો તેની ટાઢક હતી, પણ આવો જ ભાવ કંઈકમુસ્લિમ વિસ્તારમાં પણ હતો. દરિયાપુર, કાલુપુર અને શાહપુરમાં અજંપો ચોક્કસ હતો હતો, પણ તે રોજ પ્રમાણે પોતાના નિત્યક્રમમાં લાગી ગયા હતા. તોફાન થશે તેવી પોલીસની ગણતરી ખોટી પડી હતી, તેની પાછળનું કારણ એવું હતું, કોમના નેતા તરીકે બહાર આવેલા લતીફે Latif છેલ્લા સમયમાં અનેક મુસ્લિમોને નિશાન બનાવી પૈસા પડાવ્યા હતા. તેનો અર્થ લતીફ Latif ક્યારેય મુસ્લિમ કોમનો નેતા કે મસિહા ન્હોતો. આ એક અકસ્માત હતો કે તેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેને ઈસ્લામ સાથે કોઈ લેવા દેવા ન્હોતી છતાં એક લતીફને કારણે અમદાવાદના હિન્દુ-મુસ્લિમો Hindu-Muslims of Ahmedabad ની વચ્ચે એક સદી સુધી ન પુરાય એટલું મોટુ અંતર ઊભું થયું હતું, જે અંતર વધારવામાં રાજકિય પક્ષોએ ખુબ મોટુ કામ કર્યું હતું. રાજકિય પક્ષો અને નેતાઓ માટે લતીફ Latif સત્તા સુધી જવાનું પ્યાદુ હતું અને પ્યાદાએ કાયમ મરવાનું જ હોય છે અને તે માર્યો ગયો હતો.

લતીફ Latif નું એકન્કાઉન્ટર Encounter 1997માં થયું તે વાતને 24 વર્ષ થઈ ગયા, હજી પણ લતીફ Latif ના કેટલાંક સાથીઓ સાબરમતી જેલ Sabarmati Jail માં સજા કાપી રહ્યા છે પણ તેમને પોતાની ભુલ સમજાઈ છે. તેમના સારા વ્યવહારને કારણે જેલમાં તેમને વોર્ડન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, તેઓ પેરોલ ઉપર પોતાના દરિયાપુર-શાહપુર અને કાલુપુરમાં આવે છે, પણ હવે તેમને કોઈ ભાઈ કહે તો આ શબ્દ ખટકે છે કારણ ભાઈ થવામાં જ તેમની જીંદગીના બે દાયકા જેલમાં પસાર થઈ ગયા અને તેમનો જે ભાઈ હતો તે અલ્લાહને પ્યારો થઈ ગયો.



કેટલાંક એવા પણ લતીફ Latif ના ગેંગસ્ટર છે જેમનો ગુનો ઓછો હોવાને કારણે 10-12 વર્ષની સજા ભોગવી તેઓ છુટી તો ગયા, પણ જેલમાં જઈ આવેલા ગેંગસ્ટર Gangster ને કોઈ નોકરી આપતુ નથી અને તેમની સાથે કોઈ ધંધો કરતા નથી. હાલમાં તેઓ અમદાવાદ Ahmedabad ની એક કરોડને આંબવામાં આવેલી વસ્તીમાં પોતાની જુની ઓળખને છુપાવી ઓટોરીક્ષા Autorickshaw ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હવે તેમને રાતે થાક્યા પછી તરત ઉંઘ આવે છે અને પોલીસની હવે તેમને બીક લાગતી નથી.

(આ સાથે જ રિયલ રઇસ “લતીફની રિયલ સ્ટોરી” અહીં સમાપ્ત કરીએ છીએ. નવજીવનના વાંચકોનો આભાર)

- Advertisement -

PART – 46 | લતીફ ડરી ગયો હતો,તે ક્યારેક બહારના અંધારા તરફ ક્યારેક તરુણ બારોટ તરફ જોતો



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular