Monday, September 9, 2024
HomeGujaratલતીફ ડરી ગયો હતો,તે ક્યારેક બહારના અંધારા તરફ ક્યારેક તરુણ બારોટ તરફ...

લતીફ ડરી ગયો હતો,તે ક્યારેક બહારના અંધારા તરફ ક્યારેક તરુણ બારોટ તરફ જોતો

- Advertisement -

લતીફ ભાગ-46 : ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના વાહનો કતારબંધ રવાના થયા, જો કે પોલીસ Police કાફલો કયાં જઈ રહ્યો છે તેની જાણકારી ઈન્સપેકટર તરૂણ બારોટ Tarun Barot અને આસીસ્ટન્ટ પોલીસ કમિશનર Assistant Commissioner of Police એન આર પરમાર N R Parmar સિવાય કોઈને ન્હોતી. તરૂણ બારોટ Tarun Barot ની બાજુમાં બેઠેલો લતીફ Latif એકદમ શાંત હતો, તેના મનમાં ઘણી ઉથલપાથલ હતી પણ ચહેરો ઉપર શુન્યઅવકાશ હતો, તેને પોતાને પણ ખબર ન્હોતી કે તેને કયાં લઈ જાય છે., જો કે મનમાં સતત કંઈક અમંગળ થવાના વિચાર આવી રહ્યા હતા, કાફલો દર 10-15 મિનીટ પછી કોઈ પોલીસ સ્ટેશનમાં રોકાતો લતીફ Latif ને બહાર લાવી પોલીસ સ્ટેશનમાં બેસાડતા અને તરૂણ બારોટ Tarun Barot જે તે પોલીસ સ્ટેશનમાં તેની એન્ટ્રી કરાવી આગળ વધતા હતા.



કાફલામાં રહેલા પોલીસ કર્મચારીઓને પણ આશ્ચર્ય થતુ હતું કારણ, આ શું થઈ રહ્યું છે, અથવા શું થવાનું છે તેની ખબર પડતી ન્હોતી. રાતના એક વાગ્યો હશે, પોલીસના વાહનો નોબલ ચોકીમાં રોકાયા, ત્યાં પણ લતીફ Latif ને નીચે ઉતારી નોબલ ચોકીમાં લઈ ગયા, લતીફ Latif પોલીસ ચોકીની બેંચ ઉપર બેઠો, જીપની અંદર ઠંડી લાગતી હોવાને કારણે તેણે શાલ ઓઢી હતી, પણ ચોકીમાં ખાસ્સો ગરમાવો હતો. તેણે ઓઢેલી શાલ કાઢી બેંચ ઉપર મુકી, થોડીવાર પછી ફરી લતીફ Latif ને જીપમાં બેસી જવાની સુચના મળતા લતીફ Latif પોલીસ સાથે જીપમાં ગોઠવાયો, જો કે ત્યારે તેને યાદ આવ્યું કે તેની શાલ તો બેંચ ઉપર જ રહી ગઈ.

તેણે બારીમાંથી બુમ પાડી પોતાના વાહનમાં બેસવા જઈ રહેલા હેડકોન્સટેબલ અખેરાજ ગઢવી Akheraj Gadhvi ને કહ્યું અરે સાબ મેરી શાલ ચોકી મેં રહ ગઈ, અખેરાજ ગઢવી Akheraj Gadhvi ચોકીમાં પાછા ફર્યા, અને તરત શાલ લઈ પાછા આવ્યા. જીપની બારીમાંથી લતીફ Latif ને શાલ આપતા કહ્યું રખ લે શાલ, યહી તેરે સાથ આયેગી. આ વાક્ય સાંભળતા લતીફ Latif સ્તબ્ધ થઈ ગયો, તે કઈ બોલ્યો નહીં, ફરી વાહનો આગળ વધ્યા, લતીફે Latif બાજુમાં બેઠેલા તરૂણ બારોટ Tarun Barot સામે જોયું, તે શાંત હતા, પણ તેમના મનમાં ઉચાટ હતો. બારોટ Barot ની નજર ભલે લતીફ Latif તરફ ન્હોતી, પણ તેમને ખ્યાલ આવી ગયો કે લતીફ Latif તેમની સામે જોઈ રહ્યો છે. થોડીક ક્ષણ થઈ હશે અને બારોટે Barot લતીફને પુછ્યું કુછ ખાના હૈ, લતીફે Latif માથુ હલાવી ના પાડી. પણ હવે લતીફ Latif ના મનમાં એકદમ વિચારોનો વંટોળ શરૂ થયો. થોડીવાર પહેલા હેડ કોન્સટેબલ અખેરાજ ગઢવી Akheraj Gadhvi એ શાલ આપતી વખતે કહ્યું હતું કે આ શાલ જ તારી સાથે આવશે, અને બારોટ Barot સાહેબ મને જમવાનું પુછી રહ્યા છે, મામલો શું છે..



ખરેખર તેને જે લાગી રહ્યું હતું તેવું જ કંઈક થવા જઈ રહ્યું છે, પણ શું થવાનું છે, તેની તેને ખબર ન્હોતી. તેણે બારોટ Barot નો હાથ પકડતા પુછ્યું સાહબ સચ બતાઓ મુજે કહા લે જા રહે તો, મેરા એન્કાઉન્ટર Encounter કરને વાલે હો.. વાક્ય સાંભળતા તરૂણ બારોટે Barot લતીફે Latif પકડેલો હાથ જટકી નાંખતા કહ્યું અરે કીસને બોલા.. ઐસા કુછ નહીં.. પણ લતીફ Latif ભાંગી પડયો, તે નાના બાળકની જેમ રડવા લાગ્યો, તેને લાગ્યું કે હવે મોત થોડીક મિનીટો જ દુર છે, તે વારં વારં હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો તમે કહેશો સાહેબ તે કાગળ ઉપર સહી કરી દઈશ, તમે કહેશો તેવું બધુ જ કરીશ પણ સાહેબ મને જવા દો.. પણ તરૂણ બારોટ Tarun Barot એકદમ શાંત હતા, તેમને ખબર હતી કે લતીફ Latif ને સાત્વના આપવાનો કોઈ અર્થ નથી.

- Advertisement -

રાતના 2 વાગ્યા હશે, ક્રાઈમ બ્રાન્ચ Crime Branch નો કાફલો અમદાવાદ એરપોર્ટ Ahmedabad Airport પાસે આવેલા કોતરપુર Kotarpur વોટર વર્કસ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ચારે બાજુ ઘોર અંધકાર અને નીરવ શાંતિ હતી, ત્યારે 2 રાઉન્ડ ફાયરીંગનો અવાજ થયો, રાતની શાંતિને કારણે દુર દુર સુધી અવાજ સાંભળી શકાય તેમ હતું, પણ નજીકમાં માનવ વસ્તી જ ન્હોતી, એટલે અવાજ કયાંથી આવે છે તેની કોઈને ખબર પડી જ નહીં. અચાનક બધા વાહનો ઊભા રહી ગયા, સૌથી આગળ જેમનું વાહન હતું તેમાંથી એસીપી પરમાર ACP Parmar નીચે ઉતરી ચાલતા તરૂણ બારોટ Tarun Barot ની જીપ સુધી આવ્યા.



તરૂણ બારોટે Tarun Barot પોતાની જીપમાં રહેલા વાયરલેસ સેટ ઉપર પોલીસ કંટ્રોલ રૂમને સંદેશો આપ્યો કે તેઓ લતીફ Latif ને કોતરપુર Kotarpur વોટર વર્કસ પાસેથી લઈ પસાર થઈ રહ્યા હતા, ત્યારે લતીફે હાજતે જવાની વાત કરી, લતીફ Latif ને જીપમાંથી નીચે ઉતાર્યો ત્યારે તેણે પોલીસ ઉપર એક સાપ ફેંકી પોલીસને બે ધ્યાન કર્યા, અને તે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો છે. સાથે રહેલા એસઆરપી SRP જવાને તેને રોકવા 2 રાઉન્ડ ગોળીબાર પણ કર્યો છે. પોલીસ કંટ્રોલ રૂમને સંદેશો મળતા થોડીક જ ક્ષણમાં તમામ પોલીસ અધિકારીઓના વાહનોને કંટ્રોલરૂમે નાકાબંધી કરવાનો આદેશ આપ્યો, ખુંખાર લતીફ Latif પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો, તેના સંદેશાઓને કારણે વાયરલેસ સેટ સતત ગુંજી રહ્યા હતા, સિટી કંટ્રોલરૂમે સ્ટેટ કંટ્રોલરૂમને પણ લતીફ Latif ફરાર થયો હોવાની જાણકારી આપતા સમગ્ર રાજયની પોલીસને લતીફ Latif માટે નાકાબંધી કરવાનો વાયરલેસ મેસેજ મળી ચુકયો હતો.

(ક્રમશઃ)


PART – 45 |DCP સુરોલિયાઍ લતીફ સામે જોયુ અને ઘડિયાળ તરફ નજર કરી તેની સાથે લતીફ ધ્રુજી ગયો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular