Monday, February 17, 2025
HomeGujaratસાંસદ રઊફ વડા પ્રધાન રાજીવને કોઇ પુરાવા આપવાના હતા ત્યારે લતીફે એક...

સાંસદ રઊફ વડા પ્રધાન રાજીવને કોઇ પુરાવા આપવાના હતા ત્યારે લતીફે એક મિટિંગ બોલાવી

- Advertisement -

લતીફ ભાગ-18: દરેક વખતે લતીફ (Latif) પોલીસને અંધારામાં રાખી પોતાના કારનામાને અંજામ આપતો હતો તેવું ન્હોતુ. કેટલાય કામ એવા હતા કે પોલીસ Policeને આગોતરી જાણ કરીને તે ગુનો આચરતો અને પોલીસ તપાસ અને ધરપકડનું નાટક કરતી હતી. આ વખતે પણ આવું જ કઈ થવા જઈ રહ્યું હતું. કોંગ્રેસના સાંસદ રઉફવલીઉલ્લાહ Raufwaliullah ની હત્યા કરવી કોઈ નાની વાત ન્હોતી. તેના કારણે નાના અથવા સ્થાનિક પોલીસ અધિકારી Police Officer ને લતીફ (Latif) ના સંભવીત ક્રાઈમ Crime અંગે જાણ ન્હોતી, પણ અમદાવાદ Ahmedabad ના બહુ ટોચના અધિકારીને રઉફ Rauf ની હત્યા થવાની છે તે વાતની જાણકારી હતી. વાત માત્ર જાણકારી પુરતી સીમિત હોત તો પણ ઓછી ગંભીર બાબત હતી, પણ વાત તેના કરતાં પણ આગળની હતી. રઉફની હત્યા કરતા પહેલા લતીફ (Latif) ગેંગના માણસોની એક મીટિંગ મળી હતી. જેમાં હત્યા કોણ કરશે, ક્યાં કરશે અને હત્યા બાદ ગેંગસ્ટર ક્યાં આશ્રય લેશે વગેરે અનેક બાબતો આ મીટિંગમાં નક્કી થઈ હતી. આ મીટિંગની સુચક બાબત એવી હતી કે જેમના શીરે અમદાવાદ શહેર Ahmedabad City ની કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી હતી તેવા અમદાવાદના એક સિનિયર આઈપીએસ IPS આ મીટિંગમાં હાજર હતા.


સ્વભાવિક હતું આ આઈપીએસ IPS અધિકારીને ત્યાં હત્યાના પ્લાનીંગ માટે મળેલી મીટિંગમાં હાજર રહેવા ગાંધીનગર Gandhinagar થી સુચના હતી. એક વખત રઉફ Rauf ઉપર હાથ નાખવામાં આવે અને તે બચી જાય તો મોટી આફત લતીફ (Latif) અને ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકાર ઉપર આવી શકે તેમ હતી. તેના કારણે કઈ કાચુ કપાય નહીં તેની તકેદારી રાખવા માટે આ આઈપીએસ અધિકારી IPS Officer આ બેઠકમાં હાજર રહ્યા હતા. કાયદાની મજાક તો એવી થઈ રહી હતી કે એક તરફ રાધીકા જીમખા Radhika Gymkha ના હત્યાકાંડમાં નવ લોકોની હત્યાનો આરોપ લતીફ (Latif) ગેંગ ઉપર હતો, જે પોલીસના ચોપડે ફરાર હતો, પણ તે જ આરોપીઓ હવે એક નવી હત્યાને અંજામ આપવા જઈ રહ્યા હતા અને ત્યારે શહેર પોલીસના એક ઉચ્ચ અધિકારી હાજર હોવા છતાં તે આરોપીઓ બીન્દાસ રીતે આઈપીએસ IPS સામે ખુરશી નાખી બેસતા હતાં.

- Advertisement -

આ મિટીગમાં રઉફ Rauf ની હત્યાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. હત્યા બાદ કેવા પ્રકારના પ્રત્યાઘાત પડશે અને પોલીસની કાર્યવાહી કેવી હશે તેની જાણકારી પણ ગેંગના સભ્યોને આઈપીએસ અધિકારી IPS Officer દ્વારા આપી દેવામાં આવી હતી. હત્યાનું જે સ્થળ પસંદ થયું હતું તે અમદાવાદના માદલપુર વિસ્તાર Madalpur area માં આવેલા રેલવે બ્રીજ પાસે મધુબન બીલ્ડીંગ Madhuban Building હતું. રઉફવલીઉલ્લાહ Raufwaliullah મધુબન બિલ્ડિંગમાં લગભગ અઠવાડિયામાં 3-4 દિવસ આવતા હતાં. આ બિલ્ડિંગમાં ડેરીડેન આઈસક્રીમ Derriden ice cream ના માલિક હરીશભાઈ Harishbhai ની ઓફિસ હતી. તેમની ઓફિસમાં ઈલેક્ટોનિક ટાઈપ રાઈટર હતું. તે જમાનામાં ઈલેક્ટ્રોનીક ટાઈપ રાઈટર બહુ કિમંતી ગણાતા અને અમદાવાદની શ્રીમંત વ્યક્તિઓ આ ટાઈપ રાઈટર વસાવી શકતા હતા અને રઉફ Rauf લગભગ રોજ આવા આ ટાઈપ રાઈટર ઉપર બેસી પત્રો ટાઈપ કરતા હતાં.


અગાઉ કહ્યું તેમ રઉફ Rauf બોલતા પહેલા કોઈ પણ બાબતનો અભ્યાસ કરતા હતા અને તેઓ હરીશભાઈ Harishbhai ને ઓફિસમાં તો પત્ર ટાઈપ કરવા આવતા હતા, પણ પ્રશ્ન એવો હતો કે પત્ર કોને લખતા હતા? પણ રઉફ Rauf કોને પત્ર લખતા તેની જાણકારી ચોક્કસ વ્યકિતઓને હત્યા અને રઉફ Rauf ના પત્રો મોટી રાજકિય ઉથલપાથલ લાવી શકે તેમ હતા.

રઉફવલીઉલ્લાહ Raufwaliullah વડાપ્રધાન રાજીવ ગાંધી Prime Minister Rajiv Gandhi ને પત્રો લખી રહ્યા હતાં. ગુજરાતમાં ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકારમાં જોડાયા પછી કોંગ્રેસ Congress ની આબરૂ બગડી રહી છે તેવું તેઓ માની રહ્યા હતા. આ તેમનો માત્ર આરોપ ન્હોતો, પણ તેઓ તેમની તમામ વાત આધાર-પુરાવાઓ સાથે ટાંકી પત્રમાં રાજીવને જણાવતા હતાં. સ્થિતિ એવી નિર્માણ થઈ રહી હતી કે જો રાજીવ રઉફ Rauf ની વાત માની જાય તો ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકારને કોંગ્રેસને ટેકો પાછો ખેંચી લેવામાં આવે અને સરકાર પડી જાય. 1974માં નવ નિર્માણ આંદોલન પછી ચીમનભાઈ પટેલ Chimanbhai Patel સરકારનું પતન થયું અને ત્યાર બાદ ફરી સરકાર બનાવવા માટે ચીમનભાઈએ પુરા પોણા બે દાયકા મહેનત કરી હતી અને રઉફ Rauf તેમનો ખેલ બગાડી રહ્યાં હોય તેવું તેમને લાગી રહ્યું હતું.

- Advertisement -

હત્યાના દિવસે સામાન્ય રીતે બનતું તેવું જ થયું. રઉફ Rauf પોતાના મિત્ર અને કોંગ્રેસી નેતા પ્રદિપ દવે ઉર્ફે બકાભાઈ Pradip Dave, Bakabhai સાથે તેમની કારમાં બપોરના સુમારે મધુબન બિલ્ડિંગ Madhuban Building આવ્યા અને પ્રદિપભાઈ Pradipbhai અને રઉફ Rauf સાથે હરીશભાઈ Harishbhai ની ઓફિસમાં ગયા. રઉફ Rauf પોતાની ટેવ પ્રમાણે ઈલેક્ટ્રોનિક ટાઈપ રાઈટર મશીન ઉપર બેસી પત્ર લખવા લાગ્યા. હરીશભાઈ Harishbhai ની ઓફિસનો સ્ટાફ પણ રઉફને ઓળખતો હતો તેના કારણે હરીશભાઈ Harishbhai ની ગેરહાજરીમાં પણ રઉફ Rauf નો માન મરતબો જળવાઈ જતો. સામાન્ય સંજોગોમાં રઉફ એકાદ કલાક જેટલું કામ કરતા પણ કેમ ખબર નહીં તે દિવસે પંદર વીસ મિનિટમાં રઉફ ઊભા થયા અને પ્રદિપભાઈને કહ્યું ચાલો નિકળીએ, પ્રદિપભાઈને કાચની બારી બહાર જોતા કહ્યું સાહેબ આઈસક્રીમ ખાઈ નિકળીએ, રઉફ Rauf ની ખાસ ઈચ્છા ન્હોતી, તેમ છતાં તેમણે હા પાડી અને આઈસક્રીમ આવ્યા બાદ બંન્ને આઈસક્રીમ ખાઈ મધુબન બિલ્ડિંગમાંથી નીચે જવા ઉતર્યા.


નીચે આવ્યા પછી પ્રદિપભાઈ Pradipbhai ડ્રાઈવીંગ સીટ તરફ ગયા અને રઉફ Rauf સામેની સીટ તરફ ગયા. પ્રદિપભાઈ Pradipbhai દરવાજો ખોલે તેની રઉફ Rauf રાહ જોઈ રહ્યા હતા ત્યારે રોડની સામે તરફ હોટલ વેસ્ટએન્ડ Hotel Westend ની બહાર એક સ્કુટર પાર્ક કરી બે યુવકો ઊભા હતા તે પૈકી એક યુવક રઉફની કાર તરફ આગળ વધ્યો અને બીજા યુવકે સ્કુટરને કીક મારી સ્કુટર સ્ટાર્ટ કર્યુ. તે રઉફ તરફ આવી રહેલા યુવકના પગમાં કોઈ ઝડપ અને ઉતાવળ ન્હોતી. તે સહજતાથી રોજ ક્રોસ કરી છેક રઉફ Rauf તરફ આવ્યો ત્યારે જ રઉફનું ધ્યાન પોતાની એકદમ નજીક આવી રહેલા યુવક તરફ ગયું. રઉફે તેની સામે જોયું ત્યારે પેલા યુવકે પેન્ટમાં ખોસી રાખેલી રિવોલ્વર કાઢી અને રઉફ Rauf કઈ સમજે તે પહેલા રઉફની કાન પટ્ટી પાસે મુકી ટ્રીગર દબાવી અને ફટ અવાજ આવતા રઉફ ત્યાં જ ઢગલો થઈ ગયા. સામે તરફ રહેલા પ્રદિપભાઈ Pradipbhai એ પણ અવાજ સાંભળ્યો પણ કઈ સમજે તે પહેલા પેલો યુવક બહુ શાંતિથી રસ્તો ક્રોસ કરી સામે તરફ ગયો અને ચાલુ સ્કુટરની પાછળ બેસી ગયો અને સ્કુટર યુ ટર્ન લઈ એલીસબ્રીજ Ellisbridge તરફ રવાના થઈ ગયું.

રઉફ Rauf કારની પાસે જ લોહીના ખાબોચીયામાં પડેલા હતાં. પ્રદીપભાઈ Pradipbhai બેબાકળા બની ગયા તેમણે મદદ માટે બુમો પાડી, ત્યાંથી વી. એસ. હોસ્પિટલ V. S. Hospital બે મિનિટના અંતરે જ હતી. રઉફ Rauf ને બીજી કારમાં હોસ્પિટલ Hospital લઈ ગયા પણ રઉફનો શ્વાસ બંધ થઈ ગયો હતો.

- Advertisement -

(ક્રમશ:)


PART – 17 |  કોંગેસ સાંસદ રઉફ લતીફ અને નેતાઓને કણાની જેમ ખુચી રહ્યા હતા અને ગેઇમ થઈ

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular