પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાત પોલીસની ગ્રેડ પેની (Gujarat Police Grade Pay) માગણીના મુદ્દે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યુ છે, નીલમ મકવાણા (Neelam Makwana) સહિત નરેન્દ્રસિંહ જેવા આંદોલનકારીઓ જાહેરમાં બહાર આવ્યા પછી ગૃહ વિભાગે તેમની જિલ્લા બદલી કરી આંદોલનને દબાવી દીધાનો દાવો કર્યો પરંતુ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ બે મહિનામાં આ પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી ખાતરી આપ્યા પછી ખુદ હર્ષ સંઘવીના પોતાને આપેલા તેમના વચનની કિમંત રહી નથી તેવુ તેમના તાબામાં રહેલી એક લાખનું પોલીસ દળ માની રહ્યુ છે હર્ષ સંઘવીના વચને છ મહિના વીતી જવા છતાં કોર્ટની જેમ તારીખ ઉપર તારીખ પડે તેવી જ સ્થિતિ ગ્રેડ પેના મુદ્દે પોલીસની છે.
ગ્રેડ પે અંગે આંદોલન ચલાવી રહેલી પોલીસની સામે સૌથી મોટો વાંધો હોય હોય તો ગુજરાતના આઈપીએસ અધિકારીઓ છે તેમનો મત એવો છે કે પોલીસ પગાર ઉપરાંત બહારથી કમાઈ લે છે તેથી તેમને વધારે પગાર આપવાની જરૂર નથી, પણ આ દાવો કરનાર આઈપીએસ અધિકારીઓ ભુલી જાય છે કે તેઓ પોલીસ દળના શ્રેષ્ઠ અધિકારઓ હોવા છતાં તેઓ પોતાની જાતને પગાર ઉપરાંતની આવક અને સગવડોથી પોતાની દુર રાખી શકવામાં કેટલા સફળ રહ્યા છે આમ પોલીસને ગ્રેડ પે મળવો જોઈએ તે મુદ્દે નાના પોલીસ કર્મચારીનો મત તો કોઈ પુછતુ જ નથી, પણ જે આઈપીએસ અધિકારીઓ ગૃહ વિભાગની નજીક છે તેઓ પોતાનો મત પોતાના જ પોલીસની વિરૂધ્ધમાં આપી રહ્યા છે.
રસ્તામાં ઉપર પચાસ સો રૂપિયા લેતો પોલીસ કોન્સટેબલને અનેકોએ જોય છે જેના કારણે તેની સામે સામાન્ય માણસને ગુસ્સો છે પરંતુ પોતાની ચેમ્બરમાં લાખોનો કારોબાર કરી જતા ઉચ્ચ અધિકારીને સામાન્ય માણસ જોતો નથી તેના કારણે તેમના માટે આદર છે આવી જ સ્થિતિ ગૃહ વિભાગની છે, તેમના માટે તેમની દરેક વાતમાં હાજી કરનાર આઈપીએસ શ્રેષ્ઠ છે પરંતુ રાત દિવસ રસ્તા ઉપર રહેનાર સામાન્ય પોલીસની તેમને કદર નથી હવે આ પીલોસી થાકી ગઈ છે તેમને હમણાં સુધી શીસ્તના નામે તમામ સકકારે ચુપ કર્યા છે, પરંતુ IPL મેચમાં જેમાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ હાજર રહેવાના છે તે મેચમાં પોલીસે વિરોધ વ્યકત કરવાનો નવતર પ્રયોગ શોધી કાઢયો છે.
પોલીસ પાસેથી મળેવી માહિતી પ્રમાણે પોલીસને આજે પણ સાઈકલ એલાઉન્સ મળે છે, રવિવારના રોજ થવાની ફાઈનલ મેચના બંદોબસ્તમાં રહેલી પોલીસ પોતાની નોકરી ઉપર સાઈકલ લઈ ફરજ ઉપર જશે અને તેમને નોકરીના સ્થળે મળતા ફડ પેકેટનો બહિસ્કાર કરી ઉપવાસ રાખશે જેમાં કાયદા પ્રમાણે પોલીસ સામે કોઈ પગલા લઈ શકાય નહીં કારણ તેઓ કોઈ ગેરશીસ્ત કરતા નથી.
ગુજરાતના પ્રથમ HM છે જેમણે હું કોન્સ્ટેબલ સાથે કર્યો સંવાદ, જાણો શું થઈ વાતચીત

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. ગાંધીનગર): ગ્રેડ પે ના મુદ્દે આંદોલન કરનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા સામે ફરજ મોકુફી સહિત અનેક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા જેના પરિણામ સ્વરૂપ નીલમ મકવાણા ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ બાદ સાબરમતી સેન્ટ્રલ જેલથી આમરણાંત ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. નવ દિવસના ઉપવાસ પછી સિનિયર અધિકારીઓની મધ્યસ્થીને કારણે નીલમે ઉપવાસનો અંત આણ્યો હતો, પરંતુ ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને નીલમ મકવાણા વચ્ચે સચિવાલય ખાતે એક બેઠક થઇ હતી. જેમાં હર્ષ સંઘવી ગુજરાતના એક લાખ પોલીસ જવાનો માટે ગુજરાત સરકાર સકારાત્મક ને તેવા નિર્દેશ આપ્યા હતા.
ગૃહરાજ્યમંત્રી સાથે મુલાકાત કરવા ગુજરાતના આઈપીએસ અધિકારીઓ પણ તલપાપડ હોય છે પરંતુ હર્ષ સંઘવીએ ગ્રેડ પેનું આંદોલન કરનાર પોલીસ કર્મચારીઓ સાથે ખુલ્લું મન રાખી તેમને મળવાનો નિર્ણય કર્યો હતો ગુજરાતના ગૃહ મંત્રી કોઈ પોલીસ કોન્સ્ટેબલને મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.
પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા સચિવાલય ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી હતી પ્રારંભિક તબક્કામાં હર્ષ સંઘવી નીલમ મકવાણાના વ્યવહારને લઈ નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ તેમણે સ્વીકાર કર્યો હતો કે ગુજરાતનો એક એક પોલીસ જવાન ગુજરાત સરકાર માટે મહત્વનો છે. કોઈ પણ પોલીસ જવાન દુઃખી હોય તે સરકારને મંજૂર નથી.
હર્ષ સંઘવી ગ્રેડ પે આંદોલન મુદ્દે નીલમ મકવાણાને જણાવ્યું કે આ મામલે ગૃહ વિભાગ પોતાની કાર્યવાહી કરી રહ્યો છે પ્રશ્ન માત્ર સમયનો છે. સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. આ મામલે સરકાર ખુલ્લા મનની છે. નીલમ મકવાણાને પૂછતા તેમણે જણાવ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની મુલાકાત ખુલ્લા મનની અને હકારાત્મક રહી હતી મને ભરોસો છે કે ગુજરાત પોલીસના સીનિયર અધિકારી ઓ હર્ષ સંઘવી અને ગુજરાત સરકાર સામાન્ય પોલીસ જનના પ્રત્યેક દિવસની ચિંતા કરશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











