નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ડિફેન્સ એક્સપો 2022ને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરે આગામી 11થી 14 માર્ચ સુધી ડિફેન્સ એક્સપો 2022નો કાર્યક્રમ યોજવવાનો છે. ઉપરાંત 4થી 9 માર્ચ સુધી એર શોનું રિહર્સલ થવાનું છે. જેથી ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત માર્ગનું જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે.
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ પશ્ચિમ રિવરફ્રન્ટના આંબેડકર બ્રિજથી વાડજ સ્માશાન ગૃહ સુધીનો રોડ વાહન ચાલકો માટે પ્રતિબંધીત રહેશે. પૂર્વ રિવરફ્રન્ટના આંબેડકર બ્રિજથી લેમન ટ્રી હોટલ સુધીનો રોડ વાહનચાલકો માટે પ્રતિબંધિત રહેશે. ઉપરાંત આ ક્રયક્રમ દરમિયાન એલિસબ્રિજ, ઉમાશંકર જોષી બ્રિજ અને જમાલપુર બ્રિજ બંને તરફથી બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગની તરીકે વાડજ સર્કલથી પાલડી ચાર રસ્તાથી અંજલિ ચાર રસ્તા જઈ શકશે. પાલડી ચાર રસ્તાથી મહાલક્ષ્મી પાંચ રસ્તાથી અંજલી ઓવરબ્રિજ નીચેથી આંબેડકર બ્રિજ પર થઇને દાણીલીમડા ચાર રસ્તા તરફથી જમાલપુર જઇ શકાશે. રિવરફ્રન્ટ પૂર્વ પોલીસ સ્ટેશનથી દધિચીબ્રિજ સર્કલ થઇ હિલ્દી દરવાજા થઇને કાલુપુર જઇ શકાશે. નહેરૂબ્રિજથી વિજળીઘર ચાર રસ્તા થઇ જિલ્લા પંચાયત તરફથી વિક્ટોરિયા ગાર્ડન થઇને ખમાસા તરફ જઇ શકાશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.