નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પિતાને ઘરનો રક્ષક માનવામાં આવે છે. જો કોઈ વ્યકિત ઘરની મહિલા કે દીકરી પર હાથ નાંખે, તો પિતા મારવા અથવા મરવા પર ઉતરી જતો હોય છે. દરેક પિતા માટે તેની દીકરી રાજકુમારી સમાન હોય છે. પરંતુ અમદાવાદમાંથી (Ahmedabad) પિતા અને પુત્રીના સબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હેવાન પિતાએ પોતાની જ દીકરીને હવસનો શિકાર બનાવી 4 વર્ષ સુધી શારિરીક શોષણ (physical abuse) કર્યું હતું. અવાર-નવાર શારિરીક શોષણથી પુત્રી માનસિક રીતે ભાગી પડી હતી. ત્યાર બાદ તેણે નરાધમ પિતા સામે હિંમત કરી વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે શારિરીક શોષણની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે વેજલપુર પોલીસે (Vejalpur Police) યુવતીની ફરિયાદના અધારે ગુનો નોંધી ગણતરીના સમયમાં જ નરાધમ પિતાની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી વેજલપુરમાં રહે છે અને ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ નરાધમ પિતાએ પોતાની દીકરીને હવસનો શિકાર બનાવી તેનું શારિરીક કર્યું હતુ. પુત્રી જ્યારે સગીર વયની હતી, ત્યારથી તેનો હેવાન પિતા તેના પર શારિરીક શોષણ ગુજારતો હતો અને માતાને ખબર પાડવા છતાં માતા પણ હેવાન પતિથી ડરીને મૌન રહેતી હતી. ત્યાર બાદ થોડા સમય પહેલા દીકરીના લગ્ન કરી દીધા હતા. દીકરીના લગ્ન બાદ પણ નરાધમ પિતા જ્યારે પુત્રી પિયર આવે ત્યારે તેના પર શારિરીક શોષણ ગુજારવાનું ચાલુ રાખ્યુ હતું.
જેના કારણે દીકરી માનસિક રીતે ભાગી પડી હતી અને તેણે આ મામલે તેના પતિને સમ્રગ ઘટના જણાવી હતી. તેના પતિએ હિંમત આપતા યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નરાધમ પિતા સામે શારિરીક શોષણની ફરિયાદ નોંધાવી છે. આ મામલાની ગંભીરતાને લઈ પોલીસે નરાધમ પિતા સામે ગુનો નોંધી ગણતરીના સમયમાં ધરપકડ કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796