નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News : ગુજરાતમાં નવરાત્રીના પર્વનું એક અનેરું મહત્વ છે. આ તહેવાર સામાન્ય રીતે શક્તિની આરાધના કરવાનો તહેવાર છે, પરંતુ હાલના સમયમાં આ તહેવાર મનોરંજન અને મોજશોખનો તહેવાર બની ગયો છે. જેના કારણે આ તહેવાર દરમિયાન 9 દિવસોમાં ક્રાઇમ રેટ પણ વધી જાય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જેમાં ગરબા રમવા બાબતે ત્રણ યુવકોએ એક યુવકની હત્યા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના ઘોડાસરમાં આવેલા યશ બંગલોઝ પાસે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકિત નામનો યુવક તેના મિત્રો સાથે ગરબા રમવા માટે ક્રિષ્ના પાર્ક ગયા હતા. ત્યારે ક્રિષ્ના પાર્કમાં ગરબા રમવા આવેલા વિક્કી દિવાકરે અંકિત તથા તેના મિત્રોને કહ્યું કે, આ અમારા પારિવારિક ગરબા છે. તમે અહિયાં ગરબા રમી ન શકો. અંકિતે પણ વિક્કી સામે ગરબા રમવા બાબતે દલીલ કરતાં મામલો ગરમાયો હતો અને અંકિત તથા વિક્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઉગ્ર બોલાચાલીમાં અંકિતાને લાફો પણ માર્યો હતો. આરોપી વિક્કી, તેના મીતા અજય અને બોબી થાપાએ સાથે મળીને અંકિતાને માર માર્યો હતો. આરોપી બોબીએ અંકિતાને માથા અને પેટના ભાગ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ અંકિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે અંકિતને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાને પગલે પોલીસે તપાસ કરતાં આરોપીઓ બોબી થાપા, વિકી દિવાકર અને અજય દિવાકરની ધરપકડ કરવામાં આવે છે. પોલીસે આરોપીઓ સામે હત્યા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796