Monday, January 20, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદઃ મેધાણીનગરમાં ઝઘડો શાંત કરાવા ગયેલા યુવકનો લેવાયો ભોગ

અમદાવાદઃ મેધાણીનગરમાં ઝઘડો શાંત કરાવા ગયેલા યુવકનો લેવાયો ભોગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) બે માણસોની તકરારમાં ત્રીજા વ્યક્તિનો ભોગ લેવાયો છે. શહેરમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો છે. બે વ્યકિત વચ્ચે થયેલા ઝઘડામાં મામલો શાંત કરાવા પહોંચેલી ત્રીજી વ્યકિતનો ભોગ લેવાયો છે. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આ બનાવના પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હત્યા અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી છે. તો બીજી તરફ જ્યાં સુધી આરોપી નહી પકડાય ત્યાં સુધી પરિવારજનોએ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મેઘાણીનગર (Meghaninagar) વિસ્તારમાં રબારી વાસ ખાતે ગતરોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં હત્યાની ઘટના બની હતી. ગઈકાલે શુક્રવારની સાંજે અમદાવાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં રબારી વાસ વિસ્તારમાં રહેતા આરોપી કાળુના ઘરના પતરા ઉડીને મુકેશ ભાઈના નામના વ્યકિતના ત્યાં પડ્યા હતા. જે અંગે મુકેશભાઈએ આરોપી કાળુને કહ્યુ કે, તમારા ઘરના પતરાના કારણે અમારી પાણીની ટાંકીની પાઈપો તૂટી ગઈ છે. જેને લઈ આરોપી કાળુ ઉશ્કેરાયો હતો અને મુકેશ ભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા કાળુ આવેશમાં આવ્યો હતો અને ઘરમાંથી છરી લાવી મુકેશભાઈને મારવા દોડ્યો હતો. ત્યાં હાજર રહીશો પણ બચાવમાં પડ્યા હતા પણ કાળુ પર જાણે શેતાન સવાર હોય તેવી રીતે બચાવ કરનારા વ્યકિતઓ પર પણ છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન એક યુવકને છરી પેટના ભાગે વાગી જતા યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. યુકને ગંભીર ઈજાઓના કારણે સારવાર મળે તે પહેલા યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

- Advertisement -

સમ્રગ હત્યાની ઘટનાના પગલે વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. હત્યા ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા મેધાણીનગર પોલીસની (Meghaninagar Police) ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમાર્ટને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ અંગે હત્યાના બનાવના પગલે પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની તપાસ હાથધરી છે. આ ઘટનાની જાણ મૃતકના પરિવાજનોને થતા પરિજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોની માગણી છે કે, જ્યાં સુધી આરોપી નહી પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular