નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad RTO Scam : ગુજરાતમાં પોલીસ સ્ટેશન તથા અન્ય સરકારી કચેરીઓના નકલી અધિકૃત સિક્કા બનાવી પૈસા કમાવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. કચેરીનો નકલી સિક્કો બનાવી પોતે અધિકારી હોવાની ઓળખ આપતા લોકો એવા તો ભેજાબાજ હોય છે કે, સામાન્ય માણસ તેના હોદ્દા કે નિયતને પણ જાણી શકતો નથી. ત્યારે અસલાલી પોલીસ સ્ટેશનના (Aslali Police station) નકલી સિક્કા બનાવી RTO માંથી નકલી RC બુક (Fake RC Book Scam) મેળવનારા આરોપીની ધરપકડ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, બારેજાનો એક વ્યક્તિ રકીમિયા શેખ વસ્ત્રાપુર RTOમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. પોલીસને બાતમી મળી હતી કે, રફીકા શેખ નામનો એજન્ટ અસલાલી પોલીસ સ્ટેશનનો નકલી સિક્કો બનાવી RTOમાંથી નકલી RC બુક મેળવીને લોકોને છેતરી રહ્યો છે. SOG ને મળેલી બાતમીને આધારે પોલીસે રફીકામિયાની ધરપકડ કરી છે. પોલીસે કરેલી આરોપી પાસેથી 10 RC બુક તથા 17 બનાવટી પ્રમાણપત્રો મળી આવ્યા છે. આરોપી નકલી RC બુક મેળવવા માગતા લોકોનો સંપર્ક કરતો હતો અને બનાવટી પ્રમાણપત્રો મેળવી લોકો પાસેથી રૂપિયા સેરવી લેતો હતો.
પોલીસની તપાસમાં અસલાલી પોલીસ સ્ટેશન અને ક્રાઈમ રાઈટરનો બનાવટી સ્ટેમ્પ પણ આરોપી પાસેથી મળી આવ્યો છે. આરોફી પાસેથી મળેલા 17 પ્રમાણપત્રોમાં વાહન ચાલકોના નામ તથા સરનામાની વિગત પણ મળી આવી છે. તે તમામ પ્રમાણપત્રોમાં PSIની સહી પણ કરવામાં આવેલી છે. આરોપીએ આર્થિક સંકડામણને કારણે આ રેકેટ શરૂ કર્યું હોવાની કબૂલાત કરી હતી. સાથે જ અસલાલી પોલીસ સ્ટેશનનો સિક્કો કોની પાસેથી બનાવડાવ્યો તેના જવાબમાં આરોપીએ કહ્યું કે, 4 વર્ષ અગાઉ ભરત પટણી પાસેથી બનાવ્યા હોવાની વાત સામે આવી છે. ભરત પટણી તથા આરોપી રફીક સાથે મળીને કામ કરતાં હતા.
જો કે ભરત પટણીનું કોરોનાથી અવસાન થવાની પણ વાત સામે આવી છે. તેમજ 16 વર્ષ અગાઉ ક્રાઈમ રાઈટર તરીકે ફરજ બજાવતા એ. પી. પરમાર સાથે પરિચય હોવાથી તેમના નામના સિક્કા બનાવ્યા હોવાની પણ આરોપીએ કબૂલાત કરી હતી. નકલી RC બુક મહેશ પરમાર નામના પોસ્ટમેનને આપીને RC બૂકની ડિલિવરી કરતો હોવાની પણ વાત સામે આવી છે. આરોપીની કબૂલાતને આધારે પોલીસે રેકેટને લગતી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796