નવજીવન અમદાવાદ: ગુજરાતમાં પેપર લીક કાંડ મામલે આમ આદમી પાર્ટીએ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા કમલમમાં જઈને વિરોધ પ્રદર્શન કરતા અનેક નેતાઓ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો કોર્ટમાં જમીન ના મંજૂર થતાં બીજી બાજુ મહિલા કાર્યકર્તા સહિત અનેક નેતાઓને જ્યુડિસલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

સમગ્ર બાબતને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગુલાબસિંગ યાદવે જણાવ્યું હતું કે પેપર કાંડ મામલે અમારા સાથીઓ શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ બે દિવસથી જે રીતે આ ઘટનાને રંગ રૂપ આપવામાં આવી રહ્યો છે. જે વ્યક્તિએ હજારો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેને પકડવાના બદલે આપના નેતાઓને બે દિવસથી જેલમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી ૨૮ મહિલાઓ છે. આ ષડયંત્રમાં જે મુખ્ય સૂત્રધાર અસિત વોરા છે. તેની સામે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ઇશુદાન ગઢવી સામે ભાજપની મહિલા કાર્યકર્તા દ્વારા છેડતીનો આરોપ મુકવામાં આવ્યો છે પરંતુ કમલમ્ પુરી રીતે CCTV કેમેરાથી સજ્જ છે. ખૂણે ખૂણે CCTV લાવવામાં આવ્યા છે. તેમ છતાં તેમના દ્વારા એવો કોઈ પુરાવો આપવામાં નથી આવ્યો કે આપનો કોઈ પણ કાર્યકર્તા ભાજપની મહિલાની નજીક પણ હોય. ૨૦૧૬થી અત્યાર સુધી પેપર લીક થવાના કારણે સરકારને ૧૦૦ કરોડની કમાણી થઈ છે. વારંવાર પેપર લીક થવાના કારણે જે વિદ્યાર્થી બેરોજગાર થયા છે તેમને સરકાર દ્વારા ૫૦૦૦૦ આપવામાં આવે.
વધુમાં જણાવતાં કહ્યું હતું કે ગઈકાલે સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે બધાને શાંતિપૂર્વક વિરોધ કરવાનો અધિકાર છે. ત્યારે આજે હું અને મહેશભાઈ કલેકટર કચેરી ખાતે અનશન પર ઉતર્યા છે. અમારી માંગણી છે અસિત વોરાને પદ પરથી ઉતારવામાં આવે અને તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આજે સવારથી જ આમ આદમી કાર્યાલયની બજાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે ગુલાબસિંગ અને મહેશ સવાણી અનશન માટે જઈ રહ્યા હતા તેમની પાછળને પોલીસનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ત્યારે ગાંધી આશ્રમની બહારથી જ ગુલાબસિંગ અને મહેશ સવાણીની અટકાયત કરવામાં આવી હતી. સાથે જ તેમની જોડેના કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












