નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) કાપડનો વેપારી હનીટ્રેનનો (Honeytrap) શિકાર બન્યો છે. જેમાં તેને 50 લાખ રૂપિયા ગુમાવાનો વારો આવ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા વેપારીના વોટ્સએપ નંબર પર યુવીતના ફોટા આવ્યા હતા અને વેપારી યુવતીના બોલાવેલા એડ્રસ પર ગયો હતો. જ્યાં વેપારી અને યુવતીને અંગત પળો માણતા ત્રણ વ્યકિતઓએ પકડી લીધા હતા અને પોલીસની ઓળખ આપી 50 રૂપિયાની ખંડણી માગી હતી. સમાજમાં આબરૂ ન જાય તે બીકે વેપારીએ આ વ્યકિતઓને 50 રૂપિયા આપી દીધા હતા. છતાં ટોળકીએ પૈસાની માગણી ચાલુ રાખી હતી અને ફરી 20 લાખ રૂપિયાની માગ્યા હતા. જેને લઈ વેપારીએ પોતાના મિત્રને સમ્રગ ઘટનાની જણાવી હતી. મિત્રએ વેપારીને હિંમત આપી અઠવાલાઇન્સ પોલીસ (Surat Police) સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં યુવતી સહિત બે વ્યકિતઓની ધરપકડ કરી છે. જોકે આ હનીટ્રેનનો મુખ્યસૂત્રધાર આરોપી હજુ ફરાર છે.
આ બનાવની વિગતો અનુસાર, સુરતના વેસુ વિસ્તારમા રહેતા ફરિયાદી કાપડના વ્યવસાયમાં પ્રતિષ્ઠિત વેપારી તરીકે છાપ ધરાવે છે. થોડા દિવસ પહેલા તેમના વોટ્સએપ નંબર પર યુવતીના ફોટા આવ્યા હતા. જે બાદ વેપારીને યુવતીએ મળવા માટે નાનપુરાનું એડ્રસ આપ્યું હતું. યુવતીના એડ્રસ પર નાનપુરા ખાતે આવેલા ફલેટમાં વેપારી ગયા હતા અને અંગત પળો માણતા હતા તે સમયે ત્રણ જેટલા વ્યકિતઓ ત્યાં પહોંચ્યા હતા. પોતાની ઓળખ પોલીસ તરીકે આપી વેપારી પાસેથી 50 રૂપિયાની ખંડણી માગી હતી. જો ખંડણી નહીં આપે તો પોલીસ સ્ટેશન લઈ જઈ કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. જેના કારણે સમાજમાં આબરૂ જવાની બીકે વેપારીએ ટોળકીને 50 લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ થોડા દિવસ પછી ટોળકીએ ફરી 20 લાખની માગણી કરી હતી. વેપારીએ પૈસા આપવાની ના પાડતા બ્લેકમેંલિગ કરી તારો વિડિયો અમારી પાસે છે, વાયરલ કરી દઈશું અને યુવતીએ દુષ્કર્મ ફરિયાદ નોંધાવાની વાત કરતા વેપારી ગભરાઇ ગયો હતો. આ અંગે ફરિયાદી તેના મિત્રને સમ્રગ ઘટના જણાવી હતી. વેપારીના મિત્રએ તેને હિંમત આપી આઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. અઠવાલાઇન્સ પોલીસે ગુનો નોંધી ગણતરીના સમયમાં હનીટ્રેપમાં ફસાવનારી ટોળકીની ધરપકડ કરી હતી અને આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર શિવરાજ લાલુ હાલ ફરાર છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકી અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં ઝડપાઈ ચૂકી છે. ત્યારબાદ ફરી એકવાર વેપારીને હનીટ્રેપનો શિકાર બનાવી લાખો રૂપિયા પડાવ્યા હતા. જોકે હાલ યુવતી સહિત 2 યુવકની ધરપકડ કરી લેવાઈ છે. અને મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796