નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં હિટ એન્ડ રનની (Hit and Run) ઘણી ઘટનાઓ સામે આવી છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે. રાહદારીના જીવની જાણે કોઈ કિંમત જ ન હોય તે રીતે કારચાલકો અને બસચાલકો બેફામ વાહન હંકારી અકસ્માતો સર્જે છે અને ટ્રાફિક પોલીસને જાણે પડકાર ફેંકતા હોય તેમ લોકોને કચડી દેતા હોય છે. ત્યારે ગુજરાતમાં બનતી અકસ્માતની (Accident) અનેક ઘટનાઓ વચ્ચે અમદાવાદમાં (Ahmedabad) ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરે કપલને કચડી દેવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે એક યુગલ સિગ્નલ પાસે ઊભું હતું. હિરલ જાદવ અને તેના મંગેતરના આવતા મહિને લગ્ન હતા. આવતા મહિને લગ્નને લઈ આ બંને યુગલ ખરીદી કરવા નીકળ્યા હતા અને શિવરંજની ચાર રસ્તા પર આવેલા સિગ્નલ પાસે ઊભા હતા. ત્યારે પાછળથી આવી રહેલી પટેલ ટ્રાવેલ્સ નામની ખાનગી બસ ટ્રાવેલ્સે યુગલને અડફેટે લીધું હતું. અકસ્માતમાં હિરલ જાદવનું માથું બસના ટાયર નીચે આવી ગયું હતું અને ઘટનાસ્થળે જ આ યુવતીનું કકમાટીભર્યું મૃત્યુ થયું હતું, જ્યારે તેની સાથે રહેલા તેના મંગેતરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જીને બસચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ રહ્યો હતો, ત્યારે આજુબાજુના લોકોએ તેને પકડીને ટ્રાફિક પોલીસને હવાલે કર્યો હતો. ટ્રાફિક પોલીસે આરોપી ડ્રાઈવરને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની કરુણતા એ પણ છે કે,મૃતક હિરલ જાદવ આવતા મહિને તેના મંગેતર સાથે લગ્ન થવાના હતા. ત્યારે લગ્નના એક મહિના પહેલા જ હિરલ જાદવનું મૃત્યુ થતાં બંનેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796