નવજીવન ન્યૂઝ. વલસાડઃ રાજ્યમાં રોજ-બરોજ દારુ ઝડપાતો હોય છે. ત્યારે વલસાડમાં વિદેશી સ્વરુપવાન યુવતીઓ ઈમ્પોર્ડેડ વિદેશી દારુની બોટલો સાથે ઝડપાઈ ગઈ છે. વલસાડ પોલીસને કારમાં સવાર યુવતી પર શંકા જતા તેમની કારને અટકાવી તપાસ કરતા દારુનો જથ્થો મળી આવ્યો હતો.

સંઘપ્રદેશ દિવ-દમણમાં ખાવા-પીવાના શૈખીન લોકો ફરવા માટે જતા હોય છે. કેટલાક લોકો સંઘપ્રદેશમાંથી ગુજરાતમાં આવતી વખતે સાથે દારુની બોટલો સાથે લઈને આવતા હોય છે. ત્યોરે રાજ્યની ચેકપોસ્ટ પર ઝડરપાઈ જતા હોય છે. ગઈકાલે દારુની બોટલો સાથે વડોદરાના સ્પામાં કામ કરતી 4 યુવતીઓને વલસાડના પારડી પોલીસ સ્ટેશના વિસ્તારમાં ઝડપાઈ ગઈ છે.
પારડી પોલીસની ટીમ સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર પાસે આવેલી પાતલીયા ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતી તે દરમિયાન દમણ તરફથી આવી રહેલી વર્ના કાર પર પોલીસને શંકા જતા અટકાવી હતી. કારમાં તપાસ કરતા ટુંકા વસ્ત્રમાં 4 વિદેશી યુવતી સવાર હતી અને પુરુષ કાર ચલાવતો હતો. કારની તલાસી લેતા તેમાથી કુલ 3 લાખનો મળી આવ્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











