Thursday, March 23, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
No Result
View All Result
Home Gujarat

ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું! રીસાયેલા સાયબાને શોધવા નીકળેલી નવોઢાનું ગીત

admin by admin
April 22, 2021
in Gujarat, જીવનશૈલી, લાઇફ સ્પેસ
0
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું! રીસાયેલા સાયબાને શોધવા નીકળેલી નવોઢાનું ગીત
2
SHARES
25
VIEWS
Share on FacebookShare on TwitterWhatsappTelegram

ગોધુલીવેળા થઈ ગઈ છે. આથમતી સાંજના શુકનવંતા રતાશભર્યા અજવાસમાં વઢિયારા બળદના ઘમ્મરિયાળાં ગાડામાં બેસીને જાન ગામમાં પ્રવેશી ચૂકી છે. જાનડીયું લાંબા સાદે વહુની આગતાસ્વાગતની ઠઠ્ઠામશ્કરીનાં ગીતો ગાઈ રહી છે. એ ગીતોને તાલ પુરાવતા હોય એમ બળદને શણગારેલા ભરતના છેડે હારબંધ ગુંથાયેલી ઘુઘરીઓ રણકી રહી છે. ધ્રબાંગ ધ્રબાંગ ધ્રબાંગ ધ્રબાંગ ઢોલ પર હરખઘેલી દાંડી પીટાઈ રહી છે. કન્યા લાલ–લીલી બંગડીઓ પહેરેલા, મહેંદીવાળા હાથે ઘરચોળાના ઘુંઘટને સહેજ ઉંચો કરી, પહેલી વખત પોતાનાં સાસરિયાને જોઈ રહી છે. ફૂલદડો ને ઓખણ પોખણની વિધિ પૂરી થાય છે. નવોઢા કંકુ પગલા પાડીને ઘરમાં પ્રવેશી.

કૂળદેવીને લાપસીના નૈવેદ્ય ઘરાવાઈ જાય છે અને ગઢાગલઢેરાઓ વરઘોડિયાને આશિર્વાદ આપી દે છે. આજ આખા કુટુંબને ડેલીમાં જમવાનું નોતરું અપાયું છે. કુટુંબની જેઠાણી દેરાણી નવી નવી પરણીને આવેલી બાઈનો ચહેરો જોઈને ઓવારણા લેતી જાય છે અને હાથમાં દસ દસ રૂપિયાની નોટ પકડાવતી જાય છે. વડસાસુ ખાટલીમાં બેઠાં બેઠાં ત્રીજી પેઢીના સૌથી નાના વહુને જોઈને હરખઘેલી ભીની આંખોને રાતા સાડલાના પાલવથી લૂંછી લે છે. કુટુંબના દેરીડાઓ ભાભીને આગ્રહ કરી કરીને કંસાર ને ઘી જમાડે છે. સમજદાર બાયું દેરીડાઓને ટોકતી બોલે છે કે, ભમરાળાઓ, આજ એને બહું જમાડી ન દેવાય… થોડી ભૂખી રહેશે તો રાતે જાગશે. બાયુંના ટોળામાં હસાહસ અને નવોઢાને લાજી મરવા જેવું લાગે છે. શરમની મારી એ તો ઉપર નજર કરીને કોઈ સામે જોતી જ નથી. નણંદો નવોઢા ભાભીને મેડીવાળા ઘરની ઉપરના ઓરડામાં મૂકી આવે છે અને ઠઠ્ઠામશ્કરી કરતી દરવાજો બહારથી બંધ કરીને નીકળી પડે છે.

આખા ઓરડામાં પરણેતર નજર ફેરવે છે. આજ પછી આ ઓરડો એનો સંસાર છે. ભારેખમ ઘરચોળાના ઘુંઘટને માથા પરથી અળગો કરી બારી પાસે મુકાયેલા મોટા કોડિયામાં બળતા દિવા પાસે એ આવે છે. દિવાને બંને હાથની હથેળીઓનો ખોબો કરી ખોબામાં લઈ સામેની દીવાલે લાગેલા અરીસામાં પોતાને જુએ છે અને દરવાજો ખૂલે છે.

લાડીલો વરરાજિયો પોતાની પરણેતરને ખોબામાં દિવો લઈને ઉભેલી જુએ છે. વરરાજિયાને લાગે છે કે, હવે તો એનું આખું જીવતર જળાહળા. વરરાજિયો લાડીના જમણા હાથને કોણીના ભાગથી પકડીને નજીક ખેંચે છે. બેય મધુરજનીના જીવતરની વચ્ચે નાનુ કોડિયું શરમની રાતી શેડ્યું એની દિવેટમાં ઘોળે છે. વરરાજિયો એના કેડિયાની ખીસીમાંથી પીળા ધમરખ સોના જેવા ગલગોટાનાં ફૂલ કાઢે છે અને પરણેતરની કાનની ઉપર અંબોડે લગાવે છે. લાડી શરમાઈને દિવો બારી પાસે મૂકીને તકિયો ખોળામાં લઈને પડખું ફેરવીને બેસી જાય છે. ધીમો ધીમો ભેજવાળો પવન ખુલ્લીબારીએથી ઓરડામાં પ્રવેશ્યો. દિવાની જ્યોત ફરફરી. નવોઢા ઊભી થઈ અને એણે દિવાને હાથમાં લીધો ત્યાં તો ખૂલ્લી બારીએથી વરસાદના ફોરાંએ એને ભીંજવી દીધી. દિવાની જ્યોત એક હાથથી ઢાંકીને એ બંધ આંખે વરસાદને ઘડી બે ઘડી માણતી રહી. એની પીઠ પર વરરાજિયાના હાથનો હળવો સ્પર્શ થયો. એ ડરીને પડખું ફરી. દિવો હાથમાંથી નીચે પડ્યો અને ઓરડામાં અંધારું ઉતરી આવ્યું. ધોધમાર વરસાદ બેય જણાની અંદર વરસી રહ્યો છે. બંને જણા ભીંજાઈ રહ્યાં છે. વચ્ચે વચ્ચે થતી વીજળીના ઝબકારમાં વરરાજિયો શરમાઈને બે હથેળીમાં ઢંકાયેલા લાડીના ચહેરાને જોઈ લે છે. પથારીમાં ચોળાયેલાં ગલગોટાનાં ફૂલ સોડમ પાથરી રહ્યાં છે. ઢોલિયા પર સૂતેલા વરઘોડિયા આવનારા સમયની મીઠી વાતો કરી રહ્યાં છે.

એ વાતચીતમાં લાડીથી કંઈક વધારે પડતી મશ્કરી થઈ જાય છે અને વરરાજિયાને માઠું લાગી જાય છે. પોતાના સાયબાને માઠું લાગી ગયું એ જાણીને વધુ હસી પડે છે. આખરે રીસાઈને વરરાજિયો કેડિયાની કસુને બાંધતો ઓરડાની બહાર નીકળી જાય છે. વરસાદ બંધ થઈ જાય છે. વાદળો ખસી ગયા એટલે અડઘી રાતનો પૂરો ચંદ્રમા આકાશમાં કળા કરીને પથરાઈ બેઠો. નવોઢા ક્યાંય સુધી વાલમની રાહ જોઈને બેસી રહી. આખરે પ્રાગડનો સમય થઈ જાય છે. આખરે એને સમજાયું કે, ઠઠ્ઠામશ્કરી કાંઈક વધારે પડતી થઈ ગઈ અને સાયબો તો સાચે જ રીસાઈને જતો રહ્યો. હવે એ મુંઝાણી કે આમને શોધવા ક્યાં?

આખરે એ ઊભી થાય છે અને ચાંદાના અજવાસમાં કોડિયું શોધીને કોડિયામાં દિવો કરે છે. રાતનો કંકુવરણો અજવાસ ઘરચોળાની ચોળાયેલી ભાતમાં લીંપાયો છે એ ઘરચોળાને શોધીને પહેરી લે છે. દિવાના અજવાસમાં ગલગોટાની સોડમથી ચોળાયેલા દીદારને જોઈ એ ફરી શરમાઈ જાય છે. એક હાથે કપાળ પર ચાંદલાને ફરી ચોંટાડીને પોતાના ઓવારણા લઈ લે છે. એ પછી રાતા ઘેરા ઘરચોળાનો લાંબો ઘુંઘટ કાઢે છે અને કોડિયાને એ ઘુંઘટમાં રાખીને પોતાના સાયબાને શોધવા મેડીના દાદરા ઉતરીને શેરીમાં નીકળી પડે છે. લાંબા ઘુંઘટમાં કોડિયું રાખ્યું છે જેથી અજવાસમાં રસ્તો જોઈ શકાય અને ઘુંઘટમાં કોઈ ઓળખી ન શકે કે આ કયા ડેલાના વહુ છે. શેરીના છેવાડે રેડિયો ચાલું છે અને એ રેડિયોમાંનું ગીત પ્રાગડવાસમાં આખા ગામમાં સંભળાય છે. એ ગીતના શબ્દો નવોઢાને કાને પડે છે. ગીત છે ‘ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું…’

આટઆટલી મુંઝવણ વચ્ચે પણ નવોઢાના ચહેરા પર સ્મિત રેળાય છે અને એ ધીમા પગલે ઘુંઘટ વચ્ચે કોડિયાના અજવાસને લઈને સાયબાને શોધવા નીકળી પડે છે.

આ સુંદર કલ્પન મને ગુજરાતી ગીત ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું… સાંભળીને સ્ફૂરી આવ્યું. ચતુર્ભુજ દોશી અને અવિનાશ વ્યાસની જોડલીએ લખેલું આ ગીત 1960માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’માં ફિલ્માવાયું છે અને લતા મંગેશકરે ગાયું છે.

રાજેન્દ્રકુમાર અને ઉષાકિરણ અભિનિત મૂળ ફિલ્મમાં તો અલગ પરિસ્થિતિમાં આ ગીત ફિલ્માવાયું છે પણ અહીં આપણે એક નવી પરિસ્થિતિમાં ગીતની કથાની કલ્પના કરી છે. યુટ્યુબના સરનામે લતાજીના અવાજમાં આ ગીત માણવા જેવું છે. ગુજરાતી ભાષામાં લખાયેલા આવા સુંદર ગીતો સાંભળીએ ત્યારે સમજાય કે, ખરેખર આપણી ભાષામાં આવી અનેક ઉત્તમ રચનાઓ થઈ છે, જેના થકી લાપસીમાં ઘી રેડાય એમ ભાષા શુકનવંતી બની રહી છે.

ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
હું તો નીસરી ભર બજાર જી
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
હે લાજી રે મરું મારો સાયબો ખોવાણો
કોને કહું આવી વાત જી
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
ટોડલે ટોડલે મેં તો તોરણ બાંધ્યા
મારી મેડિયું જાકજમાળ જી
હે જોબન ઝરૂખે રૂડી ઝાલર્યું વાગે
ઝાંઝર ઘુંઘરમાળ જી
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું
રાત ઢળીને ઘેરા ઘડિયાળા વાગ્યા
અને પ્રાગડના ફૂટ્યા દોરજી
તોય ન આવ્યો મારો સાયબો સલુણો
જાગી આઠે પ્હોર જી
ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું

Post Views: 77
Previous Post

મારો શામળિયો! નરસૈયાની નહીં, નાનપથી નંદવાયેલાની હૂંડી

Next Post

1920ની મહામારીમાં ગાંધીજીના સામયિકના આ સૂચનો કોરોનામાં પણ લાગુ પડે છે…

admin

admin

Related Posts

Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

by Navajivan News Team
March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

by Navajivan News Team
March 23, 2023
Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

by Navajivan News Team
March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

by Navajivan News Team
March 23, 2023
Rahul Gandhi convicted by Surat court
Surat

રાહુલ ગાંધી દોષિત ઠર્યા, ‘મોદી અટક’ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

by Navajivan News Team
March 23, 2023
Next Post
1920ની મહામારીમાં ગાંધીજીના સામયિકના આ સૂચનો કોરોનામાં પણ લાગુ પડે છે…

1920ની મહામારીમાં ગાંધીજીના સામયિકના આ સૂચનો કોરોનામાં પણ લાગુ પડે છે...

ADVERTISEMENT

Recommended

Gir Somnath LCB arrested 2 with liquor

દારૂ ઘુસાડવાનો આ કિમિયો જોઈ દંગ રહી જશો, ગીર સોમનાથ LCBએ કરી 2ની ધરપકડ

January 23, 2023
DCP ઍ કે  સુરોલિયા મદદે આવ્યા પણ તેમની જીપ્સી ઉપર બૉમ્બ ઝીંકાયો

DCP ઍ કે સુરોલિયા મદદે આવ્યા પણ તેમની જીપ્સી ઉપર બૉમ્બ ઝીંકાયો

September 1, 2021

Categories

Don't miss it

Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

March 23, 2023
Former minister's brother has also been cheated by Kiran Patel
Ahmedabad

પૂર્વ મંત્રીના ભાઈને પણ ઠગી ગયો છે કિરણ પટેલ, રિનોવેશનના નામે બંગલા પર દાવો ઠોક્યો

March 23, 2023
ahmedabad-crime-branch
Ahmedabad

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો અમદાવાદની સાબરમતી જેલનો કેદી ઝડપાયો

March 23, 2023
Rahul Gandhi convicted by Surat court
Surat

રાહુલ ગાંધી દોષિત ઠર્યા, ‘મોદી અટક’ના નિવેદન મામલે સુરત કોર્ટનો ચૂકાદો

March 23, 2023
Rajkot Cleaners Death
Rajkot

રાજકોટ RMC ચૂકવશે રૂ.10 લાખ વળતર અને આપશે આવાસ, ગટરમાં ઉતરેલા સફાઈકર્મીના પરિવારે મૃતદેહ સ્વિકાર્યો

March 22, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ

© 2022 Navajivan News .

Navigate Site

  • About us
  • Contact Us
  • Advertise with us

Follow Us

No Result
View All Result
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International

© 2022 Navajivan News .

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist