નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતીઓમાં વિદેશ જવાની અને ત્યાં જઈને સ્થાઈ થવાના મોટા સપના જોતા હોય છે. આ સપના પુરા કરવા લાખોનો ખર્ચ કરીને પણ ત્યાં પહોંચતા હોય છે. પરુંતું લાખો રૂપિયા ખર્ચીને પણ વિદેશમાં ગુજરાતીઓ સુરક્ષીત ન હોવાના અનેક કિસ્સા અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે વિદેશમાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડમાં દુકાનમાં કામ કરી રહેલા યુવાનને તેની પત્નીની નજરની સામે જ હત્યા કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ નવસારીના જલાલપોર તાલુકાના વોડલી ગામના વતની જનક પટેલના બે વર્ષ લગ્ન થયા હતા. તેમની પત્ની વિજેતા પટેલ નીમલાઇ ગામની વતની છે. લગ્ના બાદ આઠ મહિના પહેતા જ પતિ અને પત્ની બંને ન્યૂઝિલેન્ડમાં હેમિલ્ટન ખાતે સ્થાયી થવા માટે ગયા હતા. ન્યૂઝિલેન્ડમાં પતિ-પત્ની એક દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા.
આ દુકાનના માલિક ધર્મેશ મગનભાઈ પટેલ મૂળ નવસારીના કાસ્બાપાર ગામના વતની જેઓ ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડ ખાતે રહે છે. તેમને લગ્ન પ્રસંગ માટે વતન આવાના હોવાથી દુકાનની જવાબદારી જનક પટેલને સોંપી હતી. જનક અને તેમની પત્ની દુકાનમાં હાજર હતા આ દરમિયાન લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓ પતિ-પત્નીને છરી બતાવીને દુકાનના ગલ્લામાં રહેલી રકમની લૂંટ ચલાવી રહ્યા હતા. આ સમયે જનકે લૂંટારૂઓને કોરવા માટે પ્રતિકાર કરવા જતાં એક લૂંટારૂએ જનક પર હુમલો કરી પેટ અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બાદ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. જોકે ઘાતકી હુમલા બાદ પત્નીની નજરની સામે જ જનક પટેલનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઈને ન્યૂઝિલેન્ડમાં વસતા ભારતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796