નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં દર વખતે ચૂંટણીમાં અલગ-અલગ રાજકીય સમીકરણોને ધ્યાનમાં લઈને રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્વામાં આવતા છે. ત્યારે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ન હતી જ્યારે કોંગ્રેસ, આપ, BSP સહિતના અપક્ષ મુસ્લિમ ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઉતર્યા હતા.
ગુજરાત વિધાનસભામાં બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં73 બેઠકો પરથી કુલ 230 મુસ્લિમ ઉમેદવારો (Muslim Candidates) ચૂંટણી જંગમાં આવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIM પક્ષની એન્ટ્રી થતા નવા જુનીના એંધાણ વર્તાય રહ્યા હતા. જોકે લઘુમતિ વિસ્તારમાં આ બન્ને પાર્ટીઓએ અલગ-અલગ બેઠકો પરથી મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા. તેમ છતાં મતદારોએ જાતિ સમીકરની બાદબાકી કરી હોય તેવું પરિણામ સામે આવ્યું છે. ગુજરાતમાં 230 મુસ્લિમ ઉમેદવાર પૈકી માત્ર એકનો જ વિજય થયો છે.
જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા (Imran Khedawala)એ ભાજપના ભુષણ ભટ્ટ અને AIMIMના શાબીર કાબલીવાલાને હરાવીને જીત હાંસલ કરી હતી, આ જીત સાથે જ ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું હતું. જ્યારે દરિયાપુરથી કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થઈ છે, જ્યા મુસ્લિમ વોટ શેર 46% છે. મોરબીની વાંકાનેર બેઠકના ઉમેદવાર જાવેદ પિરઝાદાની પણ હાર થઈ છે. આ બેઠક પર પિરઝાદાનો પરિવાર બે પેઢીથી જીત મેળવી રહી હતી પરંતુ આ ચૂંટણીમાં હાર મળી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મોહમ્મદ જાવેદ પિરઝાદા, ગયાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા જે મુસ્લિમ ઉમેદવારોને ઉતાર્યા હતા તે તમામ હારી ગયા છે. ઉપરાંત BSPના પણ ઘણાં મુસ્લિમ ઉમેદવારો હારી ગયા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796