નવજીવન ન્યૂઝ. ઉનાઃ ગીરના ડાલામથા સાવજોની ડણકથી તો ભલ ભલાને પરસેવો છુટી જતો હોય છે. પરંતુ એવું કંઈક બન્યું કે ગીરના વનરાજાને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાયનો શિકાર કરવા જતાં સાવજને મેદાન છોડીને ભાગતા જોવા મળ્યા હતા. શિકારની શોધમાં નીકળેલા સાવજોને ભૂખ્યા પેટ જ ભાગવનો વારો આવ્યો હતો.
ગીરના સાવજો ગુજરાતની શાન માનવામાં આવ છે. જોકે આ સાવજો અનેકવાર જગંલની બહાર આવી જતા રસ્તા પર અને રહેણાક વિસ્તારોમાં પણ જોવા મળતા હોય છે. ક્યારેક આ સાવજો માનવ વસવાટમાં આવીને પાલતુ પ્રાણીઓના શિકાર કરતાં હોવાના પણ વીડિયો અગાઉ સામે આવેલા છે. ત્યારે ગીરના સાવજોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શિકાર કરવા નિકળેલા બે સાવજોની નજર ગાય પર પડતા તેની પર હુમલો કર્યો હતો. ગાયનુ મારણ કરવા અને પેટનો ખાડો પુરવા સાવજોએ પુરતો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગીરની ગાય પણ મોતને પણ પડકાર આપી રહી હતી. ઈજાગ્રસ્ત હોવા છતાં ગાયે સિંહ પાછળ દોટ મુકતા સિંહોને પણ ઊભી પૂંછડીએ ભાગવુ પડ્યુ હતુ. આ પ્રકારની ઘટના ભાગ્યે જ ક્યારેક જોવા મળતું હોય છે કે જગંલના રાજાને પણ ભય લાગે છે અને ભાગવુ પડે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796