Friday, March 29, 2024
HomeSeriesDeewal SeriesNavajivan.in દીવાલ શ્રેણીના આઠ લાખ વાંચકોનો આભાર માને છે, જલદી મળીશુ એક...

Navajivan.in દીવાલ શ્રેણીના આઠ લાખ વાંચકોનો આભાર માને છે, જલદી મળીશુ એક નવી શ્રેણી સાથે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન અમદાવાદ ): માણસના મનના પેટાળમાં શુ ચાલી રહ્યુ છે, તે જાણવુ મુશ્કેલ છે, કોઈ માણસ જન્મજાત ગુનેગાર હોતો નથી, એક માણસ ગુનેગાર બને તેની માટે અનેક સંજોગો અને અનેક કારણ જવાબદાર છે. કોઈ પણ ક્રાઈમ સ્ટોરી (Crime Story) થ્રીલીંગ હોય છે, પણ તેની સાથે જોડાયેલા માણસની જીંદગી નર્ક કરતા પણ બદત્તર હોય છે, 2008માં અમદાવાદ થયેલા બોમ્બ ધડાકા અને તે બોમ્બ ધડાકા કરનાર આરોપીઓ સાબરમતી જેલ (Sabarmati Jail) માંથી ભાગી છુટવા માટે બનાવેલી સુરંગ આધારીત દીવાલ નામની શ્રેણીનો જન્મ થયો છે, આ શ્રેણીના પાત્રો અને બધી જ ઘટનાઓને વાસ્તીવકતા સાથે કોઈ સંબંધ ન્હોતો અને નથી જેમાં કલ્પનાઓનું પણ મીશ્રણ છે. છતાં દીવાલ શ્રેણી (Deewal Series) ના વાંચકો આખી શ્રેણી સાથે એટલા એકરૂપ થઈ ગયા હતા કે તેઓ શ્રેણીના પાત્રોને સાચા માનવા લાગ્યા અને કયારેક કોઈ પાત્રની ચીંતા કરવા લાગ્યા અને કયારેક કોઈક પાત્રને ધીક્કારવા લાગ્યા હતા



જે ગુનો કરે છે તેના ગુના સાથે કોઈ સહાનુભુતી હોય નહીં, પણ ગુનાનો ભોગ બનનાર માણસ છે તેમ ગુનેગાર પણ એક માણસ છે, તમામ ઘટનાઓને એક ત્રાજવે તોલી શકાય નહીં. કોઈ ધર્મ-જ્ઞાતિ અને જાતને આધારે ન્યાય કરવામાં આવે ત્યારે અન્યાય જ થવાનો છે, દીવાલ શ્રેણીમાં આવી અનેક ઘટનાઓ છે જે આપણી સમજને પેલે પાર છે, આ એક સત્ય ઘટના આધારીત નવલકથા હોવા છતાં નજર સામે દેખાતા સત્યની પાછળના અસત્યની કથા,Navajivan.inપોર્ટલ ઉુપર સતત 82 દિવસ ચાલેલી દીવાલ શ્રેણીના વાંચકો બંધાણી થઈ ગયા હતા, શ્રેણી મુકવામાં વિલંબ થાય તો વાંચકો વિહવળ થઈ જતા હતા, વાંચકોનો આ પ્રેમ Navajivan ટીમ માટે શકિતના સંચારનું કારણ બન્યો છે અમે તે તમામ આઠ લાખ વાંચકોનો આભાર માની છીએ.

82 દિવસ સુધી વાંચકોને ઝકડી રાખતી શ્રેણીનો અંત તો નિશ્ચીત હતો, છેલ્લી શ્રેણીના અંતમાં શ્રેણી પુરી થઈ ગઈ હોવાની સુચના છતાં આજે પણ વાંચકો અમને પુછી રહ્યા છે કે દીવાલ કેમ મુકતા નથી. અમે Navajivan.in વાંચકોને ખાતરી આપી છીએ કે એક નવી શ્રેણી સાથે આપણે ફરી મળીશુ, નવી શ્રેણી અને નવા સમાચાર સાથે આપણે મળતા રહીશુ તે પહેલા તમે ફસેબૂક પેજ Navajivan ઉપર લાઈક કરો.

- Advertisement -



દીવાલ શ્રેણીના 1થી 82 ભાગ વાંચવા માટે અહીંયા ક્લિક કરો



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular